ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / હરભજન સિંહે પત્ની ગીતા બસરા સાથે મનાવી દિવાળી, રોયલ અંદાજે જીત્યું ફેન્સનું દિલ!

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / હરભજન સિંહે પત્ની ગીતા બસરા સાથે મનાવી દિવાળી, રોયલ અંદાજે જીત્યું ફેન્સનું દિલ!

Last Updated: 03:05 PM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિવાળીના પર્વ પર ક્રિકેટ જગતના દિગ્ગજ હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરાની સુંદર તસવીરો ચર્ચામાં છે. બંનેએ રોમેન્ટિક અંદાજમાં દિવાળી મનાવીને ફેન્સનું દિલ જીતી લીધું છે.

1/5

photoStories-logo

1. દિવાળીએ પત્ની સાથે રોમેન્ટિક થયા હરભજન સિંહ!

દિવાળીના ખાસ અવસરે હરભજન સિંહ અને ગીતા બસરા એકબીજા સાથે રંગમાં રંગાયેલા જોવા મળ્યા. ગીતા બસારાનો રોયલ લુક અને હરભજનનો ડેશિંગ અંદાજ બંનેની તસવીરોને ખાસ બનાવી રહ્યો છે. હાથમાં દીવા લઈને બંનેએ સુંદર પોઝ આપ્યા હતા. ગીતા બસારાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને સૌને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમની તસવીરોમાં કપલની સુંદર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. બ્લુ બનારસી લહેંગામાં ગીતા બસરાનો રોયલ લુક

દિવાળીના ખાસ પ્રસંગે ગીતા બસરા બ્લુ બનારસી લહેંગા ચોલીમાં સજ્જ થયાં હતાં. તેમના આ રોયલ લુકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પરંપરાગત અંદાજમાં તૈયાર થયેલા ગીતાનો લુક દિવાળીના પર્વને અનુરૂપ હતો.લહેંગા સાથે ગીતાએ મલ્ટી લેયર નેકલેસ પહેર્યો હતો. આ સાથે મેચિંગ ઇયરિંગ્સ પહેરીને તેમણે પોતાનો લુક વધુ સુંદર બનાવ્યો હતો. બ્લુ રંગના આઉટફિટમાં ગીતા બસારા ખૂબ જ આકર્ષક લાગી રહ્યાં હતાં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. પત્ની સાથે ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હરભજન

હરભજન સિંહ પણ પત્ની ગીતા બસરા સાથે ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા. તેમણે બ્લુ કુર્તો પહેર્યો હતો, જેમાં તેમનો અંદાજ ખૂબ જ ડેશિંગ લાગી રહ્યો હતો. બંનેના આઉટફિટ્સ એકબીજા સાથે મેચ થતા હોવાથી તેમની તસવીરો વધુ ખાસ બની હતી.દિવાળીના પ્રસંગે બંનેએ પરંપરાગત વસ્ત્રોમાં તૈયાર થઈને ફેસ્ટિવ લુકને સુંદર રીતે રજૂ કર્યો હતો. કપલની આ સ્ટાઇલ ફેન્સને પણ પસંદ આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હાથમાં દીવા લઈને આપ્યા રોમેન્ટિક પોઝ

દિવાળીના સેલિબ્રેશન દરમિયાન હરભજન સિંહ અને ગીતા બસારાએ હાથમાં દીવા લઈને અનેક તસવીરો પડાવી હતી. બંને એકબીજાની બાહોમાં જોવા મળ્યા હતા. તેમની તસવીરોમાં પ્રેમ અને ખુશીનો સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે.હરભજન અને ગીતાની કેમેસ્ટ્રી ફેન્સનું દિલ જીતી રહી છે. બંનેની તસવીરોમાં દિવાળીની ખુશીઓ સાથે તેમનો રોમેન્ટિક અંદાજ પણ જોવા મળ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ગીતાએ ફેન્સને પાઠવી દિવાળીની શુભેચ્છાઓ

ગીતા બસરાએ હરભજન સિંહ સાથેની તસવીરો શેર કરીને સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંદેશમાં લખ્યું હતું કે, “આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. પ્રકાશનો આ તહેવાર તમારા ઘરોને ખુશીઓથી, તમારા દિલોને પ્રેમથી અને તમારા જીવનને અપાર સમૃદ્ધિથી ભરી દે. ઈશ્વર કરે કે આ પ્રકાશ હંમેશા આપણને નવી શરૂઆત તરફ લઈ જાય.”ગીતા બસારાના આ સંદેશમાં ખુશીઓ, પ્રેમ અને સમૃદ્ધિની કામના જોવા મળી હતી. ફેન્સ પણ હરભજન અને ગીતાને દિવાળીની શુભેચ્છાઓ આપી રહ્યા છે. સાથે જ બંને હંમેશા આ રીતે ખુશ રહે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Geeta Basra Diwali Diwali Harbhajan Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ