ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સતત ત્રીજા વર્ષે 5 દિવસનો દીપોત્સવ છ દિવસ સુધી લંબાયો, કારણ સૂર્ય-ચંદ્રની ગતિ

ધર્મ / સતત ત્રીજા વર્ષે 5 દિવસનો દીપોત્સવ છ દિવસ સુધી લંબાયો, કારણ સૂર્ય-ચંદ્રની ગતિ

Published By: Vishal Khamar

Last Updated: 03:13 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિક્રમ સંવતના પંચાંગની ચાંદ્ર-સૌર ગણતરીને કારણે દિવાળી અને ગુજરાતી નવા વર્ષ વચ્ચે ‘ધોકો’ એટલે કે એક દિવસનો વિરામ કેમ આવે છે તે જાણો.

ADVERTISEMENT

દિવાળી બાદ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે નાગરિકોએ આ વખતે એક દિવસ વધુ રાહ જોવી પડી છે. તેનું કારણ છે વિક્રમ સંવતના પંચાંગમાં દિવાળી અને નવા વર્ષ વચ્ચે આવતો ‘ધોકો’ એટલે કે એક દિવસનો વિરામ. સતત ત્રીજા વર્ષે આ સ્થિતિ સર્જાતાં પરંપરાગત પાંચ દિવસનો દીપોત્સવી તહેવાર આ વખતે છ દિવસ સુધી લંબાયો છે.

જ્યોતિષી અને પંચાંગકાર રિતેશ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર અન્ય અનેક કેલેન્ડરથી વિપરીત વિક્રમ સંવતનું પંચાંગ ચાંદ્ર-સૌર ગણતરી પર આધારિત છે. તેમાં સૂર્ય અને ચંદ્ર બંનેની ગતિને ધ્યાનમાં રાખવામાં આવે છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર પણ ૧૦ દિવસનો રહ્યો હતો. પંચાંગમાં ‘પડતર દિવસ’ રાખવા પાછળનો મુખ્ય હેતુ જ્યોતિષીઓની ગણતરીને ખગોિળય પિંડોની ગતિ સાથે સુસંગત રાખવાનો છે. નવા વર્ષની શરૂઆત ત્યારે થાય છે, જ્યારે તિથિ કે સમય સંપૂર્ણપણે અનુકૂળ હોય.

શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે કાળી ચૌદસની તિથિ દિવાળીના દિવસે સવારે ૧૦ વાગ્યા સુધી ચાલુ રહી હતી, જ્યારે દિવાળીની તિથિ ૯ નવેમ્બરના રોજ સવારે ૯ વાગ્યા સુધી રહી હતી. પરિણામે, સૂર્યોદય સમયે તિથિમાં ફેરફાર થયો નહીં હોય.

સૂર્યની ગતિનું ચક્ર પ્રમાણમાં નિયમિત હોય છે, પરંતુ ચંદ્રની ગતિમાં થતા ફેરફારોને કારણે જ્યોતિષીઓની ગણતરી વધુ જટિલ બની જાય છે. શાસ્ત્રીના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૭ કે ૨૦૨૮માં આ પ્રકારનો ‘પડતર દિવસ’ જોવા મળશે નહીં.

ભારતના સત્તાવાર કેલેન્ડર તરીકે ઓળખાતું શક સંવતનું પંચાંગ આના કરતાં વધુ સરળ પદ્ધતિ અપનાવે છે. તેમાં સૂર્યની ગતિ એટલે કે સૂર્યોદયના આધારે દિવસોની ગણતરી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં વધારાના દિવસને સમાયોજિત કરવાની જટિલતા રહેતી નથી. જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડરમાં લિપ વર્ષ દ્વારા વધારાના દિવસનું સમાયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ દિવાળી બાદ જો ઘરમાં દેખાય આ 5 સંકેત, તો સમજી લેજો કે તમે છો ભાગ્યશાળી

જ્યોતિષ વ્યવસાય સાથે સંકળાયેલા શુભમ્ ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ પ્રકારનો વિરામ ઘણીવાર તહેવારોની ઉજવણીની લયને ખોરવી નાખે છે. તેમણે કહ્યું કે આ પ્રમાણમાં તાજેતરની ઘટના છે. અમે મોટા થતા હતા ત્યારે આવી સ્થિતિનો અનુભવ ભાગ્યે જ થતો હતો. સામાન્ય રીતે દિવાળી પછી તરત જ નવું વર્ષ આવી જતું હતું, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ એક દિવસનો વિરામ નિયમિત બનતો જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhoko after Diwali Vikram Samvat calendar Gujarati New Year 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ