ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / કરણ જોહરના દિવાળી પૂજનમાં પહોંચ્યા બોલિવૂડ સિતારાઓ, બાળકો યશ અને રૂહી સાથે શેર કરી ભાવુક પોસ્ટ
5 ફોટો ગેલેરી
Last Updated: 07:58 PM, 8 November 2026
1/5
આજે શનિવારે નાની દિવાળી એટલે કે છોટી દિવાળીના પાવન અવસરે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરે પોતાના 'ધર્મા પ્રોડક્શન્સ' કાર્યાલય ખાતે વિશેષ પૂજાનું આયોજન કર્યું હતું. તેમના આ ઉત્સવમાં બોલિવૂડ જગતના અનેક જાણીતા કલાકારો હાજર રહ્યા હતા. આ ખાસ પ્રસંગે કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક સુંદર પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે પોતાના બંને બાળકો યશ અને રૂહી સાથેના યાદગાર ફોટોશૂટની તસવીરો સાંકળીને એક અત્યંત ભાવુક અને સ્પર્શી જાય તેવું કેપ્શન લખ્યું છે.
2/5
કરણ જોહરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તસવીરોની એક અદભુત શ્રેણી પોસ્ટ કરી છે. પોતાના બંને બાળકો યશ અને રૂહી સાથેની આ તસવીરો શેર કરતા તેમણે લખ્યું, "મારા દિલના ટુકડા, મારી દુનિયા, મારા આશીર્વાદ... રૂહી અને યશ આપીને મને પૂર્ણ કરવા માટે હું આ બ્રહ્માંડનો આભાર માનુ છું. અમે અમારી માતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરીને પોતાને અત્યંત નસીબદાર માનીએ છીએ. અમારા પરિવાર તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ."
ADVERTISEMENT
3/5
આ વિશેષ ઉજવણી દરમિયાન કરણ જોહર તેમજ તેમના બંને બાળકો યશ અને રૂહીના પરંપરાગત પોશાક પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. આ અદભુત ડિઝાઇન્સ માટે કરણ જોહરે મનીષ મલ્હોત્રાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે કરણ જોહરના આ જોડિયા બાળકોનો જન્મ 7 ફેબ્રુઆરી 2017ના રોજ સરોગસી માધ્યમ દ્વારા થયો હતો.
4/5
મુંબઈ સ્થિત કરણ જોહરના ધર્મા કાર્યાલય પર આયોજિત આ પૂજામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક જાણીતા સિતારાઓએ હાજરી આપી હતી. અભિનેત્રી જાનન્હવી કપૂર અત્યંત સુંદર વાદળી રંગની સાડી પહેરીને પૂજામાં પહોંચી હતી. આ સિવાય અભિનેત્રી અનન્યા પાંડે પણ પોતાની માતા સાથે ઉપસ્થિત રહી હતી. જ્યારે શનાયા કપૂર ગુલાબી રંગના સ્ટાઇલિશ પોશાકમાં નજરે પડી હતી.
ADVERTISEMENT
5/5
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ