ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : જન સુરક્ષાના પ્રહરીની દેશભક્તિ! જિલ્લા પોલીસ વડાએ બોર્ડર પર જઈને જવાનો સાથે દિવાળી મનાવી

જવાનોના જિગરી / VIDEO : જન સુરક્ષાના પ્રહરીની દેશભક્તિ! જિલ્લા પોલીસ વડાએ બોર્ડર પર જઈને જવાનો સાથે દિવાળી મનાવી

Published By: Hiralal Parmar

Last Updated: 07:33 PM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવ થરાદ પોલીસ વડા ચિંતન તેરૈયાએ પરિવાર સાથે નહીં પરંતુ સરદહે જઈને જવાનો સાથે દિવાળી મનાવી હતી.

ADVERTISEMENT

જન સુરક્ષાના પ્રહરી ગણાતી પોલીસની દેશભક્તિ પણ પ્રગટ થતી હોય છે. વાવ થરાદ પોલીસ વડા ચિંતન તેરૈયાએ પરિવાર સાથે નહીં પરંતુ સરદહે જઈને જવાનો સાથે દિવાળી મનાવી હતી. જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા સુપ્રસિદ્ધ નડાબેટ ઝીરો પોઇન્ટ ખાતે પહોંચ્યાં હતા અને સરહદની રખેવાળી કરી રહેલા જવાનો સાથે દિવાળી મનાવી હતી. આ શુભ પ્રસંગે તેમણે ત્યાં ફરજ બજાવતા જવાનોને પોતાના હસ્તે મીઠાઈ ખવડાવી હતી અને હૂંફાળી આલિંગન આપીને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ વડાની આ અણધારી મુલાકાત અને સન્માનથી સરહદના પ્રહરીઓ અને સૈનિકોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ હતી. એસીપીએ બીએસએફ જવાનોને દિવાળી અને નવવર્ષની પાઠવી શુભેચ્છાઓ.

જવાનોને મીઠાઈ ખવડાવી રહેલા પોલીસ વડાનો વીડિયો આવ્યો

એસપી ચિંતન તેરૈયાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ લાઈનમાં ઊભેલા જવાનોને વારાફરતી મીઠાઈ આપી રહ્યાં હતા અને તેમની સાથે હાથ મિલાવીને શુભેચ્છાઓ આપી રહ્યાં હતા.

વધુ વાંચો : કોણ છે અર્જુન રાજપૂત? જેણે પાકિસ્તાન સામે સદી ફટકારીને મચાવ્યો તહેલકો, ભાવુક કરી દેશે કહાની

પોલીસ વડાએ શું કહ્યું?

એક તરફ દેશની સરહદની મજબૂત સુરક્ષા છે અને બીજી તરફ દિવાળીની દિવ્ય રોશની છે. આખી રાત જાગીને દેશની રક્ષા કરતા જવાનો પોતાના પરિવારથી દૂર હોવા છતાં, દેશને જ પોતાનો પરિવાર માનીને ફરજ બજાવે છે. પોલીસ વડા દ્વારા જવાનોના ઉત્સાહમાં વધારો કરવાનો આ સરાહનીય પ્રયાસ સમગ્ર વાવ-થરાદ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને દેશભક્તિની ભાવનાને વધુ ઉજાગર કરી ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vav tharad SP news sp chintan teraiya Vav tharad SP

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ