ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 3 વિકેટથી હરાવ્યું, અર્જુન રાજપૂતની સદી એળે ગઈ
Last Updated: 06:55 PM, 8 November 2026
ADVERTISEMENT
પાકિસ્તાને ભારતની દિવાળી બગાડી છે. પાકિસ્તાને અંડર-19 એશિયા કપમાં ભારતને 3 વિકેટથી હરાવ્યું છે. પાક. ટીમે 209 રનનો ટાર્ગેટ 48.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને પૂરો કર્યો હતો. ઓમાનના અલ અમીરાતમાં રમાયેલી મેચમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરી રહેલી ટીમ ઈન્ડિયા 46.3 ઓવરમાં 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અર્જુન રાજપૂતે 107 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી અલી રઝા, નિકાબ શફીક અને રિઝવાનુલ્લાહે 3-3 વિકેટ લીધી.
ADVERTISEMENT
A tough result for India U19. Focus now shifts to Tuesday for their next fixture against UAE U19 in the #MensU19AsiaCup. Scorecard ▶️ https://t.co/WullKDGgH4 https://t.co/Bl5f0KSFHv
— BCCI (@BCCI) November 8, 2026
પાકિસ્તાનના હમઝા ઝહૂરના અણનમ 100 રન
ADVERTISEMENT
લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાને હમઝા ઝહૂરના અણનમ 100 રનની મદદથી 48.1 ઓવરમાં સાત વિકેટે 209 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોએ મજબૂત શરૂઆત કરી હતી. એક સમયે પાકિસ્તાને માત્ર 61 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગતું હતું કે ભારતીય ટીમ સરળતાથી મેચ જીતી જશે, પરંતુ સાતમા નંબર પર બેટિંગ કરી રહેલા વિકેટકીપર-બેટ્સમેન હમઝા ઝહૂરે 108 બોલમાં અણનમ 100 રન બનાવીને પાકિસ્તાનને જીત અપાવી. પાકિસ્તાને 11 બોલ બાકી રહેતા 3 વિકેટે મેચ જીતી લીધી.
ADVERTISEMENT
ભારત અંડર-19 કપમાં સતત બીજી વાર હાર્યું
નોંધનીય છે કે ACC U19 એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતનો આ સતત બીજો પરાજય છે. અગાઉ, U19 એશિયા કપ 2025 ના ટાઇટલ મેચમાં, પાકિસ્તાનની U19 ટીમે ભારતને 191 રનથી હરાવ્યું હતું. તે મેચમાં, પાકિસ્તાને 347/8 નો સ્કોર કર્યા પછી, ટીમ ઇન્ડિયાને 26.2 ઓવરમાં 156 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.