ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : અમેરિકામાં દિવાળી કાર્યક્રમમાં ઘુસીને કટ્ટરપંથીઓએ મચાવી ધમાલ, લાગ્યા જાતિવાદી નારા

પર્વમાં ભંગ / VIDEO : અમેરિકામાં દિવાળી કાર્યક્રમમાં ઘુસીને કટ્ટરપંથીઓએ મચાવી ધમાલ, લાગ્યા જાતિવાદી નારા

Published By: Hiralal Parmar

Last Updated: 05:12 PM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સિએટલ શહેરમાં દિવાળીની ઉજવણીમાં કટ્ટરપંથી દક્ષિણપંથી એક્ટિવિસ્ટ જેક લેંગ અને તેના કેટલાક સાથીઓ આવ્યાં હતા.

ADVERTISEMENT

અમેરિકાના સિએટલ શહેરમાં દિવાળીની ઉજવણીમાં કટ્ટરપંથી દક્ષિણપંથી એક્ટિવિસ્ટ જેક લેંગ અને તેના કેટલાક સાથીઓ આવ્યાં હતા અને તેમણે 'તમામ ડોટ હેડ્સને દેશમાંથી કાઢી મૂકો' અને 'ખ્રિસ્તીઓની જગ્યાએ હિંદુઓને લાવવાનું બંધ કરો' જેવા નારા લખેલાં પોસ્ટર બતાવીને શાંતિપૂર્ણ ઉજવણીમાં વિક્ષેપ પાડ્યો હતો.

અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલે આકરી ટીકા કરી

આ ઘટનાની અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલે આકરી ટીકા કરી હતી. પ્રમિલા જયપાલે કહ્યું કે દિવાળી એક મહત્ત્વનો તહેવાર છે અને ભારતીય-અમેરિકન સમુદાયને કોઈપણ પ્રકારના ડર કે ધમકી વિના તેની ઉજવણી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે નફરતભર્યા અને જાતિવાદી પ્રદર્શનને સિએટલ કે અમેરિકામાં કોઈ સ્થાન નથી.

બાળકોની હાજરીમાં હિંદુવિરોધી નારા લગાવ્યા

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જોઈ શકાય છે કે કેટલાક કટ્ટરપંથીઓ કાર્યક્રમમાં ઘુસી આવ્યાં હતા અને જાતિવાદી નારા લગાવવા લાગ્યા હતા. વીડિયોમાં કેટલાક લોકો પ્રદર્શનકારીઓને ધક્કા મારીને દૂર કરતા પણ જોવા મળે છે. જોકે, જેક લેંગે બાદમાં દાવો કર્યો હતો કે કાર્યક્રમમાં હાજર લોકો, ખાસ કરીને એન્ટીફા અને હિંદુઓએ તેમના પર તથા તેમના સાથીઓ પર હુમલો કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે હિંદુઓએ ટેક્સાસને ડેમોક્રેટિક પાર્ટી તરફી રાજ્ય બનાવવામાં મદદ કરી છે.

આ પણ વાંચોઃ 10 નવેમ્બર બાદ સાથે બેસીને વાત કરીશું, હોસ્પિટલમાં શરદ પવારના નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો!

દેખાવકારોએ શું કહ્યું?

લેંગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે સિએટલ દિવાળી ફેસ્ટિવલમાં ડઝનબંધ હિંદુઓએ તેમના પર હુમલો કર્યો હતો. તેના મતે, લોકોને 'તમામ ડોટ હેડ્સને દેશમાંથી કાઢી મૂકો'નું પોસ્ટર પસંદ આવ્યું નહોતું. કાર્યક્રમની બહાર બોલતાં લેંગે પોતાના પ્રદર્શનનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું કે તેઓ અમેરિકાના બંધારણના પ્રથમ સુધારા હેઠળ મળેલા અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે કેટલાક ભારતીયો અને ઉદારમતવાદી લોકોએ તેમના પર હુમલો કર્યો હતો અને તેમનો ઝંડો તોડી નાખ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

us us news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ