ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / સુરત, અમદાવાદ અને વડોદરાની બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મચી અફરાતફરી

બ્રેકિંગ / સુરત, અમદાવાદ અને વડોદરાની બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મચી અફરાતફરી

Published By: Vishal Khamar

Last Updated: 02:51 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સ્કૂલ અને કોર્ટ બાદ હવે વડોદરા,અમદાવાદ, સુરતની બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેઈલ મળતા બોમ્બ સ્કવોડ અને પોલીસની ટીમે બેંકમાં તપાસ હાથ ધરી.

ADVERTISEMENT

ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો યથાવત્ રહેતા સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. અગાઉ 6 નવેમ્બરે ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ હવે અમદાવાદ, સુરત અને વડોદરાની અનેક બેંકોને નિશાન બનાવવામાં આવી છે. એટલું જ નહીં, અમદાવાદ મેટ્રો અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા દિલજીત દોસાંઝના કોન્સર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એક પછી એક શહેરોમાં બેંકોને મળેલી ધમકીઓના પગલે પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક તપાસમાં જોડાઈ છે.

અમદાવાદની બેંક ઓફ ઈન્ડિયાની નવરંગપુરા બ્રાન્ચને ધમકી

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. ધમકીભર્યા ઈમેલમાં અમદાવાદ મેટ્રો ઉપરાંત આગામી 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં પણ બ્લાસ્ટ કરવાની ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંબંધિત સ્થળોએ તપાસ અને તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.

સુરતના ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાને નિશાન

સુરતના પોશ અને વ્યસ્ત ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. દિવાળીના તહેવારોના માહોલમાં મળેલી આ ધમકીને પગલે બેંક સંચાલકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે બેંકમાં હાજર તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર બેંક પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે બેંક આસપાસના વિસ્તારમાં પણ તકેદારી રાખીને તપાસ શરૂ કરી છે. ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિની ઓળખ મેળવવા માટે સાયબર ક્રાઈમની મદદ લેવામાં આવી રહી છે.

વડોદરાની બે બેંકોને ધમકીથી પોલીસ દોડતી થઈ

વડોદરા શહેરમાં પણ બોમ્બની ધમકીના ઈમેલ મળતાં ચકચાર મચી છે. શહેરના રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયા અને સયાજીગંજ વિસ્તારમાં સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંક ઓફ બરોડાને નિશાન બનાવવામાં આવી છે. બંને બેંકોને ધમકી મળ્યા બાદ પોલીસ અધિકારીઓ, સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સુરક્ષાના ભાગરૂપે બેંકોમાં ગ્રાહકોની અવરજવર બંધ કરાવી કર્મચારીઓ અને ગ્રાહકોને બહાર ખસેડવામાં આવ્યા હતા. બેંક ઓફ બરોડાના અધિકારી એસ.કે. ત્યાગીએ જણાવ્યું હતું કે બેંકના Gmail આઈડી પર ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જાણ થતાં જ પોલીસને માહિતી આપવામાં આવી હતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેંકનો સમગ્ર સ્ટાફ બહાર કાઢી જગ્યા ખાલી કરાવવામાં આવી હતી.

'Sira Conte' નામના ઈમેલ આઈડીથી ધમકી મળ્યાની પ્રાથમિક માહિતી

વડોદરાના DCP ઝોન-1 ડૉ. જે.એમ. ચાવડાના જણાવ્યા અનુસાર, બેંક ઓફ બરોડાના અધિકૃત વ્યક્તિ દ્વારા કંટ્રોલ રૂમને ધમકીભર્યા ઈમેલ અંગે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સયાજીગંજ પોલીસ, BDDS અને SOGની ટીમોએ સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં તપાસ શરૂ કરી હતી.

પ્રાથમિક તપાસમાં 'Sira Conte' નામ અને [email protected] ઈમેલ આઈડીથી ધમકીભર્યો મેસેજ મોકલાયો હોવાનું સામે આવ્યું છે. વધુમાં, વડોદરાની અન્ય બેંકોને પણ આવા ઈમેલ મળ્યા હોવાની માહિતી પોલીસને મળી છે. રાવપુરા અને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓ પણ તપાસના દાયરામાં આવી છે.

21 અને 27 નવેમ્બરની તારીખોનો ઈમેલમાં ઉલ્લેખ

પોલીસના જણાવ્યા અનુસાર, ધમકીભર્યા ઈમેલમાં આગામી 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને 27 નવેમ્બરે મુંબઈમાં અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા' ખાતે બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈમેલમાં 'ખાલિસ્તાન નેશનલ આર્મી' અને 'બબ્બર ખાલસા' જેવા સંગઠનોનાં નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઈમેલમાં કરવામાં આવેલા દાવાઓની સત્યતા અને ધમકી પાછળ કોણ છે તે અંગે તપાસ ચાલુ છે.

સાયબર ક્રાઈમ દ્વારા તપાસ તેજ

એક જ સમયગાળામાં અલગ-અલગ શહેરોની બેંકો અને અન્ય મહત્ત્વનાં સ્થળોને ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા ઈમેલના ટેકનિકલ પાસાઓની તપાસ કરીને મોકલનારની ઓળખ અને અન્ય વિગતો મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઘુમા સુધી આવેલા દીપડાના આતંકની યાદગીરી માટે રહીશોએ લીધો ચોંકાવનારો નિર્ણય

હાલમાં સંબંધિત બેંકોમાં બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ સાયબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં સરકારી કચેરીઓ, બેંકો, મેટ્રો અને જાહેર કાર્યક્રમોને મળેલી આ પ્રકારની ધમકીઓએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે. જોકે, તમામ ધમકીઓની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara News Gujarat News Bank Bomb Threat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ