ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / પ્રિયા પ્રકાશ વોરિયરે દિવાળી પર શેર કર્યું ખાસ ફોટોશૂટ, આંખોમાં કાજળ અને માથે ચાંદલા સાથે દેખાઈ
9 ફોટો ગેલેરી
Last Updated: 10:04 PM, 8 November 2026
1/9
અભિનેત્રી અને લોકપ્રિય 'વિંક ગર્લ' તરીકે જાણીતી પ્રિયા પ્રકાશ વોરિયરે દિવાળીના પાવન અવસરે પોતાના ચાહકો માટે એક ખાસ અને આકર્ષક ફોટોશૂટ શેર કર્યું છે. આ નવા ફોટોશૂટમાં અભિનેત્રી સંપૂર્ણપણે પરંપરાગત અંદાજમાં નજરે પડી રહી છે. તેમની આંખોમાં કાજળ, માથે સુંદર ચાંદલો અને બાજુ પર રાખેલા માટીના મટકા આ ફોટોશૂટને વધુ વિશેષ અને આકર્ષક બનાવી રહ્યા છે.
2/9
ADVERTISEMENT
3/9
4/9
ADVERTISEMENT
5/9
6/9
પ્રિયા પ્રકાશ વારિયરનો જન્મ 28 ઓક્ટોબર 1999ના રોજ કેરળના ત્રિશૂર જિલ્લાના પૂંકુન્નમ ખાતે થયો હતો. તેમણે ત્રિશૂરની વિમલા કોલેજમાંથી સ્નાતક એટલે કે બેચલર ઓફ કોમર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 2018માં મલયાલમ ફિલ્મ 'ઓરુ અદાર લવ'ના ગીત 'માનિક્ય મલરાયા પૂવી'માં તેમની આંખના એક જ ઈશારા એટલે કે વિંકથી ઈન્ટરનેટ પર ભારે ધમાલ મચી ગઈ હતી.
ADVERTISEMENT
7/9
આ નાનકડી વીડિયો ક્લિપે પ્રિયાને દેશભરમાં અત્યંત લોકપ્રિય બનાવી દીધી હતી. જોતજોતામાં તે 'વિંક ગર્લ'ના નામથી પ્રખ્યાત થઈ ગઈ. તે સમયે તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં વાયરલ થયા હતા અને તે ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવતી હસ્તીઓમાં સામેલ થઈ ગઈ હતી.
8/9
ત્યારબાદ પ્રિયાએ મલયાલમ ભાષા ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમની મુખ્ય ફિલ્મોમાં ચેક, ઈશ્ક, યારિયાં 2, ગુડ બેડ અગ્લી અને નિલાવુકુ એન મેલ એનાડી કોબમ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે વિવિધ ભાષાઓના સિનેમા જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવાનો સઘન પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
9/9
પ્રિયા પ્રકાશ વારિયરની આ તસવીરો પર ચાહકો તેમને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં શુભકામનાઓના સંદેશાઓ અને પ્રેમ દર્શાવતા હાર્ટ ઈમોજી જોવા મળી રહ્યા છે. અભિનેત્રીના આ પારંપરિક લૂકને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. અગાઉ પણ પ્રિયા તહેવારોના અવસરે પારંપરિક વસ્ત્રોમાં પોતાની તસવીરો શેર કરતી રહી છે. અગાઉ લાલ રંગના લહેંગા અને કેરળની પરંપરાગત કસાડ સાડી જેવા લૂકમાં પણ તે ચાહકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં સફળ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
14 ફોટોઝ
સાપ્તાહિક રાશિ ભવિષ્ય / કેવા જશે તમારા આવનારા સાત દિવસ? મેષથી લઈને મીન સુધી, જુઓ સાપ્તાહિક રાશિફળ
ટોપ સ્ટોરીઝ