ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદના સજેલીમાં જુની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીગાણું, 35થી વધુ મહિલા-પુરુષોની અટકાયત
Last Updated: 08:57 PM, 8 November 2026
ADVERTISEMENT
દાહોદના સજેલીમાં કંરબા ગામે બે પક્ષો વચ્ચે ધીગાણું થયું હતું. ત્રણ માસ પહેલા થયેલા અકસ્માતમાં પગલે બબાલ થઈ હતી. આ ઘટનાની જાણકારી મળતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને 35થી વધુ લોકોની અટકાયત કરી હતી.
ADVERTISEMENT
10 જુલાઈ, 2026ના રોજ એક ગંભીર અકસ્માતમાં ઈશ્વર કીડીયાના પુત્રનું મોત થયું હતું. આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનો અને શૈલેષ ચારેલના પરિવાર વચ્ચે અદાવત ચાલી રહી હતી. આ જૂના વિવાદનું સમાધાન નહીં આવતાં ફરીથી બંને પક્ષો વચ્ચે તણાવ ઊભો થયો હતો.
ADVERTISEMENT
યુવકને છોડાવવા આવેલા પોલીસ પર પથ્થરમારો
ADVERTISEMENT
અગાઉના અકસ્માતના કેસમાં સમાધાન થયું નથી ત્યાં સુધી પોલીસ અહીં ન આવે તેવી વાત કરી ટોળાએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ 112ની સરકારી ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.