ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પળવારમાં સામાનની ચોરી થતા વાર નહીં લાગે, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરનારા સાચવજો!

સાવચેતી / પળવારમાં સામાનની ચોરી થતા વાર નહીં લાગે, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરનારા સાચવજો!

Published By: Vishal Khamar

Last Updated: 04:10 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીની રજાઓમાં ટ્રેનમાં ચોરીની ઘટનાઓથી સાવધાન રહો. મુસાફરોની ઊંઘ અને ભીડનો લાભ લઈ ચોરો પર્સ, મોબાઈલ અને દાગીના ચોરી રહ્યા છે. જાણો મુસાફરી દરમિયાન રાખવાની તકેદારી અને રેલવે પોલીસની સુરક્ષા વ્યવસ્થા.

ADVERTISEMENT

દિવાળીની રજાઓમાં ટ્રેનની મુસાફરી એટલે વતન જવાની ઉતાવળ, પરિવાર સાથે ફરવાનો ઉત્સાહ અને લાંબી મુસાફરીનો થાક, પરંતુ આ જ ભીડમાં કેટલાક એવા ચહેરા પણ મુસાફરી કરી રહ્યા છે, જેમનું કોઈ ગંતવ્ય નથી, તેમની નજર તો માત્ર મુસાફરોના સામાન પર છે! મુસાફરના સ્વાંગમાં ટ્રેનમાં ચઢતી ચોરોની ટોળકીઓ પહેલાં કોની પાસે કીમતી સામાન છે તેની રેકી કરે છે, પછી ઊંઘ, ભીડ કે મુસાફરની નાની બેદરકારીની રાહ જુએ છે. તક મળતાં જ પર્સ કે બેગ સેરવીને એવી રીતે ગાયબ થઈ જાય છે કે બાજુમાં બેઠેલા મુસાફરને પણ ગંધ આવતી નથી. ચોરી કર્યા બાદ કીમતી વસ્તુઓ કાઢી ખાલી પર્સ બાથરૂમમાં ફેંકી દેવાની તરકીબ પણ સામે આવી છે.

3.20 લાખના દાગીના ચોર્યા, પર્સ બાથરૂમમાં છોડી દીધું |

સુરતના કપડાંના વેપારી રમેશ મોહતા સાથે સંબંધીની મુસાફરી દરમિયાન બનેલી ઘટનાએ રેલવેમાં સક્રિય ચોરોની ચાલાકીનો પર્દાફાશ કર્યો છે. રમેશ મોહતાને તેમના સંબંધી અનુરાગનો ફોન આવ્યો હતો. અનુરાગે જણાવ્યું કે તે પોતાની પત્ની કિરશ્મા સાથે મુંબઈથી ભગત કી કોઠી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કિરશ્માનું પર્સ ચોરાઈ ગયું છે. પર્સમાં ત્રણ મોબાઈલ ફોન, સોનાનું મંગળસૂત્ર અને સોનાની વીંટીઓ હતી. ચોરે અનુરાગની સીટ પરથી પર્સ ઉઠાવી લીધું હતું, જોકે આ ચોરીમાં ગઠિયાએ એક અલગ જ ચાલાકી વાપરી હતી. પર્સ ચોર્યા બાદ તેમાંથી કીમતી સામાન કાઢી લીધો અને ખાલી પર્સ ટ્રેનના બાથરૂમમાં મૂકી દીધું હતું એટલે કે પર્સ ગુમ થયાની શોધખોળ શરૂ થાય ત્યાં સુધીમાં કીમતી વસ્તુઓ ગાયબ થઈ ચૂકી હતી. અંદાજે ૩.ર૦ લાખના દાગીના અને મોબાઈલની ચોરી મામલે રમેશ મોહતાએ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટ્રેનમાં ચોરો માત્ર સામાન ઉઠાવતા નથી, પરંતુ પુરાવા અને ચોરીની જાણ થવામાં વિલંબ થાય તે માટે પણ અલગ અલગ તરકીબ અપનાવતા હોવાનું આ ઘટના દર્શાવે છે.

મુસાફરોએ આટલી તકેદારી રાખવી જરૂરી

■ મુસાફરી દરમિયાન મોબાઈલ અને પર્સ ખુલ્લાં કે બેદરકારીથી ન રાખવાં.

■ અજાણી વ્યક્તિ પાસેથી ખાવા-પીવાની વસ્તુ લેવાનું ટાળવું.

■ રાતે ઊંઘતી વખતે બેગને પોતાની સાથે સુરક્ષિત રીતે રાખવી.

■ ટ્રેનમાં ચઢતી વખતે અને ઊતરતી વખતે કીમતી સામાન પર નજર રાખવી.

■ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ચોરીની ઘટના જણાય તો તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરવી.

તહેવારોમાં ચોરી રોકવા રેલવે પોલીસની વ્યૂહરચના

મુસાફરોની વધતી સંખ્યા વચ્ચે ચોરીની ઘટનાઓ અટકાવવા પશ્ચિમ રેલવે પોલીસે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન પર ર૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને ઉતારવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રનાં ઓછા મુસાફરોની અવરજવર ધરાવતાં રેલવે સ્ટેશનો પરથી પણ પોલીસ કર્મચારીઓને દિવાળીના બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યાં છે. કાલુપુર રેલવે સ્ટેશન પર ૧પ૦ અને સાબરમતી રેલવે સ્ટેશન પર ૬૦ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

મુસાફરની આ ચાર ભૂલ પણ બની શકે છે ભારે

■ ઊંઘ એટલે ચોરો માટે મોકો: લાંબી મુસાફરીમાં મુસાફર ગાઢ નિદ્રામાં હોય ત્યારે સીટ નીચે કે ઉપર રાખેલી બેગ તસ્કરોનું નિશાન બને છે. મુસાફર જાગે ત્યાં સુધીમાં સામાન બીજા કોચ કે સ્ટેશન સુધી પહોંચી ગયો હોય છે.

■ ભીડમાં હાથફેરો: ટ્રેન આવતાં જ કોચમાં ચઢવા માટે થતી પડાપડીમાં ગઠિયાઓ મુસાફરોની વચ્ચે ભળી જાય છે. ધક્કામુક્કી દરમિયાન ખિસ્સામાંથી મોબાઈલ કે પર્સ કાઢી લે છે.

■ બારી પાસે બેઠા હો તો સાવધાન: બારી પાસે બેઠેલા મુસાફરના હાથમાં મોબાઈલ હોય ત્યારે બહારથી આવતો ગઠિયો ગણતરીની સેકન્ડોમાં મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ શકે છે.

■ અજાણ્યા સહપ્રવાસીથી ચેતજો: ઓળખાણ કેળવીને ખાવા-પીવાની વસ્તુ આપતા શખ્સોથી સાવધાન રહેવું જરૂરી છે. નશાયુક્ત ખોરાક આપીને મુસાફરને બેભાન કરી સામાન ચોરી લેવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે.

આ પણ વાંચોઃ સુરત, અમદાવાદ અને વડોદરાની બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મચી અફરાતફરી

દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોની સુરક્ષા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાલુપુર અને સાબરમતી સ્ટેશન પર પોલીસ કર્મચારીઓ ઉપરાંત એસઆરપીની ટુકડી પણ તહેનાત કરવામાં

આવી છે.

■ આઈ.એમ. કોંઢિયા, ડીવાયએસપી, પશ્ચિમ રેલવે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Train Theft Diwali Festival Passenger Safety

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ