ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:39 PM, 9 November 2026
ADVERTISEMENT
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના આગામી દક્ષિણ આફ્રિકા પ્રવાસને લઈને BCCIએ મહત્વનો નિર્ણય લીધો છે. ડિસેમ્બર 2026માં યોજાનારી આ સિરીઝ માટે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટની ટીમ જાહેર કરી દેવામાં આવી છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા કુલ સાત મુકાબલા રમશે, જેમાં અનુભવી ખેલાડીઓની સાથે યુવા પ્રતિભાઓને પણ તક આપવામાં આવી છે.
ADVERTISEMENT
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું સાઉથ આફ્રિકા પ્રવાસ માટેનું સ્ક્વોડ જાહેર થઈ ગયું છે. ડિસેમ્બર મહિનામાં ટીમ ઈન્ડિયા એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ T20 મળીને કુલ સાત મેચો રમશે. પ્રવાસની શરૂઆત 9 ડિસેમ્બરે ગકેબરહામાં ટેસ્ટ મેચથી થશે. ત્રણેય ફોર્મેટમાં સ્મૃતિ મંધાનાને કપ્તાની સોંપવામાં આવી છે.
ટેસ્ટ અને વનડે ટીમમાં દીપ્તિ શર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવી છે, જ્યારે ટી૨૦માં શેફાલી વર્માને આ જવાબદારી આપવામાં આવી છે. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે લગભગ ચાર મહિના બહાર રહેલી જેમિમા રોડ્રિગ્સનું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી થઈ રહી છે. તેમને ત્રણેય ફોર્મેટની ટીમમાં સ્થાન મળ્યું છે.
ADVERTISEMENT
ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ

ADVERTISEMENT
ટેસ્ટ અને વનડે સ્ક્વોડમાં મોટા ભાગના ખેલાડીઓ સમાન છે. ટેસ્ટમાં સ્નેહ રાણાને અને વનડેમાં વૈષ્ણવી શર્માને તક મળી છે. વિકેટકીપિંગની જવાબદારી ઋચા ઘોષ અને યાસ્તિકા ભાટિયા પર રહેશે. T20માં ઋચા ઘોષ અને જી કમલિની વિકેટકીપિંગ કરશે.
શેડ્યૂલ અનુસાર ટેસ્ટ બાદ 16 ડિસેમ્બરે પાર્લમાં પહેલું વનડે, 19 ડિસેમ્બરે કેપટાઉનમાં બીજું અને 22 ડિસેમ્બરે બ્લૂમફોન્ટેનમાં ત્રીજું વનડે રમાશે. T20 સિરીઝ 26 ડિસેમ્બરે બેનોનીથી શરૂ થશે, ત્યારબાદ 29 અને 30ડિસેમ્બરે પોટચેફસ્ટ્રૂમમાં બાકીની મેચો થશે.
ADVERTISEMENT
ભારતની ત્રણેય ટીમ પર એક નજર
ટેસ્ટ ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમીમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા (વાઇસ કેપ્ટન), શ્રી ચરણી, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, જિન્તિમણી કલિતા અને સાયલી સતઘરે.
ADVERTISEMENT
વનડે ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમીમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, દીપ્તિ શર્મા (વાઇસ કેપ્ટન), શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, જિન્તિમણી કલિતા અને સાયલી સતઘરે.
ADVERTISEMENT
T20 ટીમ: સ્મૃતિ મંધાના (કેપ્ટન), શેફાલી વર્મા (વાઇસ કેપ્ટન), જેમીમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, નિકી પ્રસાદ, રિચા ઘોષ, જી. કમલિની, અનુષ્કા શર્મા, દીપ્તિ શર્મા, શ્રી ચરણી, પ્રેમરાવત, અમનજોત કૌર, ક્રાંતિ ગૌડ, નંદની શર્મા, રેણુકા સિંહ ઠાકુર, અરુધંતી રેડ્ડી અને સાયલી સતઘરે.
સંકળાયેલા મુદ્દાઓ