ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:35 PM, 9 November 2026
ADVERTISEMENT
પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ટીએમસી ધારાસભ્ય પરેશરામ દાસની કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ધરપકડ કરવામાં આવી છે. તપાસથી બચવા માટે તે કોલકાતાથી મુંબઈ જઈ રહ્યાં હતા. એરપોર્ટ પર તેમની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, તેની બળાત્કાર અને ખંડણીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધારાસભ્ય લાંબા સમયથી ફરાર હતા. પોલીસ ટીમે તેમને એરપોર્ટ પરથી પકડવામાં સફળતા મેળવી. ધરપકડ બાદ, ધારાસભ્યને દક્ષિણ 24 પરગણા જિલ્લાના બરુઈપુર લઈ જવામાં આવશે. પોલીસે જણાવ્યું કે તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કેનિંગ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય દાસ લગભગ 17 દિવસથી ફરાર હોવાનું કહેવાય છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના બરુઈપુર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેમને મુંબઈ જતી ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ધનતેરસમાં સોનાનો ભાવ ઘટતાં રંગીલા રાજકોટમાં ખરીદી માટે પડાપડી, જાણો યુવાનોને સૌથી વધુ કેવા ઘરેણાં છે પસંદ
બળાત્કાર સહિત અનેક ગંભીર કેસોમાં કેસ
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય વિરુદ્ધ બળાત્કાર, હુમલો, છેતરપિંડી, ગુનાહિત કાવતરું, ખંડણી અને ધાકધમકી સહિતના અનેક ગંભીર આરોપો દાખલ કરવામાં આવ્યા છે. તેમની સામે 5 સપ્ટેમ્બરના રોજ કેનિંગ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376, 323, 420, 120B અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસોમાં ચૂંટણી પછીની હિંસા સંબંધિત આરોપો પણ શામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.