ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બોટાદના કાળુભાર ડેમમાં યુવક-યુવતીએ કર્યો આપઘાત, ભાઈને ફોન કરી આપઘાતની કરી જાણ
Last Updated: 11:17 PM, 9 November 2026
ADVERTISEMENT
બોટાદના ગઢડા તાલુકાના કાળુભાર ડેમમાં એક મહિલા અને એક પુરુષે ઝંપલાવીને આપઘાતક ર્યો હતો.ગઢડા પોલીસ અને બોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ બોટની મદદથી ડેમમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સરપંચ પરાક્રમસિંહે જણાવ્યું હતું કે, ગઢડા પોલીસ સ્ટેશનના બીટ જમાદારે ફોન કરીને કાળુભાર ડેમ પર પહોંચવા જણાવ્યું હતું, જેથી તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા ડેમમાં લાપતા બંને વ્યક્તિઓની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદમાં હવાની ગુણવત્તા બગડી, ગોતા-ચાણક્યપુરી-સેટેલાઇટમાં AQI 180ને પાર!
ADVERTISEMENT
ડેમના કિનારેથી એક પુરુષ અને એક મહિલાનાં ચંપલ તેમજ એક બાઈક મળી આવ્યા હતા. તપાસમાં બંને વ્યક્તિઓ કેરાળા ગામનાં હોવાનું સામે આવ્યું છે, જેમાં 25 વર્ષીય શીતલ વિજય શેખ અને રોહિત ભરત સાથળીયાનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો