ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / એક્ટર પવન કલ્યાણે અન્ના કોનીડાલાને આપ્યા છૂટાછેડા ? કહ્યું- મિત્રો બની રહીશું!

મનોરંજન / એક્ટર પવન કલ્યાણે અન્ના કોનીડાલાને આપ્યા છૂટાછેડા ? કહ્યું- મિત્રો બની રહીશું!

Published By: Nirav Kumar

Last Updated: 09:10 AM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથના સુપર સ્ટાર અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણની પ્રાઇવેટ લાઈફમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 13 વર્ષના લગ્નજીવન બાદ પવન કલ્યાણ અને અન્ના કોનિડાલાએ અલગ થવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર જાણીતા તેલુગુ એક્ટર અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે પોતાની પત્ની અન્ના કોનિડાલાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. લગ્નના 13 વર્ષ બાદ બંનેએ પરસ્પર સહમતી અને સમજણથી અલગ થવાની જાહેરાત કરી છે. આ સમાચાર સામે આવતાં જ પવન કલ્યાણના ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ અને જાણીતા અભિનેતા પવન કલ્યાણ તથા તેમની ત્રીજી પત્ની અન્ના કોનિડાલાએ 13 વર્ષની લગ્નજીવન પછી અલગ થવાની જાહેરાત કરી છે. બંનેએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે તેઓ પરસ્પર સમજણ અને સન્માન સાથે અલગ થયા છે. તેમને કહ્યું કે લગ્ન સમાપ્ત થયા છતાં તેઓ સારા મિત્રો તરીકે જ રહેશે અને બાળકોની ખુશીને સૌથી વધુ પ્રાયોરીટી આપશે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે, “જીવનનો મોટો ભાગ સાથે વિતાવ્યા પછી અમે પરસ્પર સમજણ અને આદર સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા પ્રિય બાળકો માટે સમર્પિત માતા-પિતાની ભૂમિકા નિભાવતા રહીશું. બાળકોની ખુશી અને ભલાઈ હંમેશા અમારી સામાન્ય પ્રાથમિકતા રહેશે. આ પરિવર્તનના સમયમાં અમે સમજદારી, દયા અને અમારી પ્રાઇવેસીના આદરની અપેક્ષા રાખીએ છીએ.”

રશિયન મૂળની અન્ના મોડલ અને એક્ટ્રેસ છે. તેમની મુલાકાત 2011માં ‘તીન માર’ ફિલ્મના સેટ પર થઈ હતી. બે વર્ષ ડેટિંગ બાદ 30 સપ્ટેમ્બર 2013ના રોજ હૈદરાબાદમાં લગ્ન થયા હતા. બંનેને એક પુત્ર માર્ક શંકર પવનોવિચ અને એક પુત્રી પોલિના અંજના પવનોવા છે. 2023માં સંબંધોમાં તિરાડની અફવાઓ આવી હતી પણ તે સમયે નકારી કાઢવામાં આવી હતી. ત્યારબાદ અન્ના પારિવારિક અને રાજકીય કાર્યક્રમોમાં પવન કલ્યાણ સાથે જોવા મળતી રહી હતી.

વધુ વાંચો : રામાયણની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી, 5 દિવસમાં ₹663 કરોડને પાર!

પવન કલ્યાણ આ પહેલાં બે વાર લગ્ન કરી ચૂક્યા છે. પહેલું લગ્ન 1997માં નંદિની સાથે થયા હતા, જેના છૂટાછેડા 2008માં થયા હતા. બીજા લગ્ન 2009માં એક્ટ્રેસ રેનુ દેસાઈ સાથે થયા હતા, જેમાંથી બે બાળકો અકિરા નંદન અને આધ્યા છે. આ સંબંધ 2012માં પૂરો થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Divorce News Anna Lezhneva Pawan Kalyan Divorce

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ