ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ગોવર્ધન પૂજા પર PM મોદીએ ગાયને ઘાસ ખવડાવ્યું, શેર કરી મનમોહક તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / ગોવર્ધન પૂજા પર PM મોદીએ ગાયને ઘાસ ખવડાવ્યું, શેર કરી મનમોહક તસવીરો

Last Updated: 01:11 PM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગોવર્ધન પૂજાના પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે ગાયોને ઘાસ ખવડાવતી પોતાની તસવીરો શેર કરવાની સાથે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરતો સંસ્કૃત શ્લોક પણ પોસ્ટ કર્યો છે.

1/6

photoStories-logo

1. વ્હાલ સાથે ગાયને ઘાસ ખવડાવતા PM મોદી

દિવાળીના બીજા દિવસે ઉજવાતા ગોવર્ધન પૂજાના પર્વ પર વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર કેટલીક ખાસ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેઓ ગાય અને વાછરડાંને ઘાસ ખવડાવતા જોવા મળે છે. આ સાથે તેમણે દેશના લોકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. મોદીએ પોતાની પોસ્ટમાં સંસ્કૃતનો એક સુંદર શ્લોક પણ શેર કર્યો હતો. આ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોવર્ધનધારી સ્વરૂપની મહિમા વર્ણવવામાં આવી છે. જાણો આ શ્લોકનો અર્થ શું છે અને ગોવર્ધન પૂજાનું ધાર્મિક મહત્વ શું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. PM મોદીએ ગાયોને ઘાસ ખવડાવતી તસવીરો શેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવર્ધન પૂજાના અવસરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં તેઓ ગાય અને વાછરડાંને ઘાસ ખવડાવતા જોવા મળે છે. આ તસવીરો સાથે તેમણે લખ્યું હતું કે ગોવર્ધન પૂજાના પવિત્ર અવસરે દરેકના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ આવે તેવી તેમની પ્રાર્થના છે. તેમણે આ તસવીરોને પોતાના કેટલાક ખાસ પળો ગણાવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સંસ્કૃત શ્લોક શેર કરીને કરી શ્રીકૃષ્ણની સ્તુતિ

વડાપ્રધાન મોદીએ તસવીરોની સાથે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરતો એક સંસ્કૃત શ્લોક પણ શેર કર્યો હતો. તેમણે દેશવાસીઓને ગોવર્ધન પૂજાની શુભેચ્છા આપતાં લખ્યું હતું કે આ પવિત્ર પર્વ દરેકના જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહ લાવે. સૌના સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો થાય તેવી તેમણે શુભેચ્છા પાઠવી હતી."आभीरनगरीप्राणप्रियं सत्यपराक्रमम्।स्वभृत्यभयभेत्तारं गोवर्धनधरं भजे॥"આ શ્લોકનો અર્થ એવો થાય છે કે બ્રજવાસીઓના પ્રિય અને તેમના જીવન સમાન એવા, સત્ય પરાક્રમી તથા પોતાના ભક્તોના ભય અને સંકટ દૂર કરનારા ભગવાન શ્રીકૃષ્ણની હું આરાધના કરું છું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. શ્રી ગોવર્ધનધરાષ્ટકમમાંથી લેવામાં આવ્યો છે શ્લોક

વડાપ્રધાન દ્વારા શેર કરવામાં આવેલો આ શ્લોક શ્રી ગોવર્ધનધરાષ્ટકમમાંથી લેવામાં આવ્યો છે. આ સ્તોત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોવર્ધનધારી સ્વરૂપની મહિમા ગાવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરીને બ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું. આ ઘટના બાદ તેઓ ગોવર્ધનધર તરીકે ઓળખાયા હતા.શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણને બ્રજના લોકોના પ્રાણપ્રિય ગણાવવામાં આવ્યા છે. તેમના પરાક્રમને સત્ય સાથે જોડવામાં આવ્યું છે. સાથે જ તેઓ પોતાના ભક્તોના મનમાંથી ભય અને મુશ્કેલીઓ દૂર કરે છે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે આ શ્લોક ભગવાનના રક્ષક અને કૃપાળુ સ્વરૂપની યાદ અપાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ભગવાન શ્રીકૃષ્ણે કેમ ધારણ કર્યો હતો ગોવર્ધન પર્વત?

ધાર્મિક માન્યતા પ્રમાણે એક વખત બ્રજવાસીઓ દેવરાજ ઇન્દ્રની પૂજા કરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેમને ગોવર્ધન પર્વત અને પ્રકૃતિનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ બ્રજવાસીઓએ ઇન્દ્રની જગ્યાએ ગોવર્ધન પર્વતની પૂજા કરી હતી. આ વાતથી ઇન્દ્રદેવ ગુસ્સે થયા અને તેમણે બ્રજમાં ભારે વરસાદ વરસાવ્યો હતો.બ્રજવાસીઓને વરસાદ અને પૂરના સંકટથી બચાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણે પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઊંચકી લીધો હતો. બ્રજવાસીઓ અને તેમનાં પશુઓએ પર્વતની નીચે આશરો લીધો હતો. સતત વરસાદ છતાં તેઓ સુરક્ષિત રહ્યા હતા. આ રીતે શ્રીકૃષ્ણે ઇન્દ્રનો અહંકાર તોડ્યો અને બ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું. આ ઘટનાની યાદમાં ગોવર્ધન પૂજાનો પર્વ ઉજવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. શું છે ગોવર્ધન પૂજાનું મહત્વ?

ગોવર્ધન પૂજાને અન્નકૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પર્વ કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ, ગોવર્ધન પર્વત અને ગાયોની પૂજા કરવાની પરંપરા છે. મંદિરોમાં ભગવાનને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે, જેને અન્નકૂટ કહેવામાં આવે છે.ગોવર્ધન પૂજાનો સંબંધ પ્રકૃતિ, પશુધન અને અન્નના મહત્વ સાથે પણ જોડાયેલો છે. ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. આ દિવસે ગાયોને ઘાસ અને ચારો ખવડાવવામાં આવે છે. સાથે જ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરીને પરિવારની સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Govardhan Puja 2026 PM Modi Govardhan Puja Gujarati smachar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ