ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકોટમાં 35 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મો*ત, પાંચ વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી!
Last Updated: 10:08 AM, 10 November 2026
ADVERTISEMENT
નવા વર્ષની શરૂઆત એક પરિવાર માટે ક્યારેય ન ભૂલી શકાય તેવું દુઃખ લઈને આવી છે. રાજકોટમાં માત્ર 35 વર્ષની ઉંમરે એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. મૃતકની ઓળખ મોહિલ ઉર્ફે શિવરાજ ચૌહાણ તરીકે થઈ છે. ખાસ વાત એ છે કે યુવકને ગઈકાલે બપોરથી છાતીમાં દુખાવો થતો હતો, જેના પગલે તેણે ECG પણ કરાવ્યું હતું. જોકે, ECGનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. તેમ છતાં મોડી રાત્રે ફરી છાતીમાં દુખાવો ઉપડતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT

મળતી વિગતો અનુસાર, મોહિલ ઉર્ફે શિવરાજ ચૌહાણને ગઈકાલે બપોરના સમયથી છાતીમાં દુખાવો રહેતો હતો. આથી સાવચેતીના ભાગરૂપે ECG કરાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ECGનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, જેના કારણે પરિવારને રાહત થઈ હતી. જોકે, મોડી રાત્રે ફરી એકવાર યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
યુવકને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ ફરજ પરના તબીબે તેની તપાસ કરી હતી. જોકે, તપાસ દરમિયાન તબીબે મોહિલ ઉર્ફે શિવરાજ ચૌહાણને મૃત જાહેર કર્યો હતો. યુવકના અચાનક મોતના સમાચાર મળતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. હાલમાં સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : છઠ પૂજાએ અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ ટ્રેન, જાણો ટાઈમિંગ અને રૂટ!
આ ઘટનાની સૌથી દુઃખદ બાબત એ છે કે મૃતક યુવકના પરિવારમાં પાંચ વર્ષનો એક પુત્ર છે. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવતાં બાળકના ભવિષ્યને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. નવા વર્ષના પ્રારંભે જ પરિવારનો આધારસ્તંભ ગણાતા યુવકનું મોત થતાં સ્વજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. એક તરફ બપોરે ECGનો રિપોર્ટ નોર્મલ આવતાં પરિવારને આશા બંધાઈ હતી, તો બીજી તરફ મોડી રાત્રે બનેલી આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો