ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 11 નવેમ્બર ભાઈબીજે બેંકો બંધ રહેશે, જાણો RBIએ શા માટે જાહેર કરી રજા!

તમારા કામનું / 11 નવેમ્બર ભાઈબીજે બેંકો બંધ રહેશે, જાણો RBIએ શા માટે જાહેર કરી રજા!

Published By: Nidhi Panchal

Last Updated: 12:20 PM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બર મહિનામાં તહેવારો અને ખાસ પ્રસંગોને કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે. ત્યારે 11 નવેમ્બરે પણ દેશનાં કેટલાક રાજ્યોમાં બેંકિંગ કામગીરી બંધ રહેશે.

ADVERTISEMENT

તહેવારોની સિઝન વચ્ચે જો તમારે બેંકને લગતું કોઈ જરૂરી કામ કરવાનું હોય તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. નવેમ્બર મહિનામાં અલગ-અલગ તહેવારો અને ખાસ પ્રસંગોને કારણે અનેક દિવસો સુધી દેશનાં વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેવાની છે. ખાસ કરીને 11 નવેમ્બર, બુધવારના રોજ દેશનાં કેટલાક રાજ્યોમાં બેંકિંગ કામગીરી બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, ભાઈબીજ, નિંગોલ ચકૌબા, લક્ષ્મી પૂજા અને ચિત્રગુપ્ત જયંતી જેવા પ્રસંગોને કારણે કેટલીક જગ્યાએ બેંકોમાં રજા રહેશે.

Bank-Close

11 નવેમ્બરે સિક્કિમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે. આ દિવસે ભાઈબીજ અથવા ભૈયા દૂજ, નિંગોલ ચકૌબા, લક્ષ્મી પૂજા અને ચિત્રગુપ્ત જયંતી જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ રજાને કારણે SBI, PNB, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, એક્સિસ બેંક, HDFC અને ICICI સહિતની બેંકોની શાખાઓમાં સામાન્ય કામગીરી બંધ રહેશે. જોકે, અન્ય રાજ્યોમાં બેંકો રાબેતા મુજબ ખુલ્લી રહેશે. દિલ્હી, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 11 નવેમ્બરે બેંકો ચાલુ રહેશે.

શરૂઆતમાં પણ બેંકોમાં રજાઓ જોવા મળી

નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ બેંકોમાં રજાઓ જોવા મળી રહી છે. 10 નવેમ્બરે બાલી પ્રતિપદા, ગોવર્ધન પૂજા અને વિક્રમ સંવતના નવા વર્ષની ઉજવણીને કારણે અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, દેહરાદૂન, ગંગટોક, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ રહેશે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ અને સિક્કિમમાં આ તહેવારોને કારણે બેંકિંગ કામગીરી પર અસર પડશે.

શિલોંગમાં વાંગાલા તહેવારને કારણે બેંકો બંધ રહેશે

આગળ 13 નવેમ્બરે શિલોંગમાં વાંગાલા તહેવારને કારણે બેંકો બંધ રહેશે. 16 નવેમ્બરે છઠ પૂજાને કારણે પટના અને રાંચીમાં બેંકિંગ કામગીરી બંધ રહેશે. 20 નવેમ્બરે દેહરાદૂનમાં ઇગાસ-બગવાલના કારણે બેંકોમાં રજા રહેશે. જ્યારે 23 નવેમ્બરે શિલોંગમાં સેંગ કુટ સ્નેમ તહેવારને કારણે બેંકો બંધ રહેશે.

સૌથી મહત્વની રજાઓમાંની એક 24 નવેમ્બરે

નવેમ્બર મહિનાની સૌથી મહત્વની રજાઓમાંની એક 24 નવેમ્બરે છે. આ દિવસે ગુરુ નાનક જયંતી અને કાર્તિક પૂર્ણિમાના પ્રસંગે દેશનાં અનેક શહેરોમાં બેંકો બંધ રહેશે. તેમાં આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, ઇટાનગર, જમ્મુ, જયપુર, કાનપુર, કોહિમા, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા અને શ્રીનગરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Xiaomiનો નવો સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે, ફીચર્સ લીક!

બેંકની રજાઓ રાજ્ય અને શહેર પ્રમાણે અલગ-અલગ હોય છે. જોકે, રજાના દિવસોમાં પણ ગ્રાહકોને ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને ATM જેવી સુવિધાઓ મળતી રહેશે. તેથી બેંકની શાખામાં જઈને કામ કરવાનું હોય તો તે પહેલાં તમારા શહેરની રજાની યાદી તપાસી લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Holiday RBI Holiday List November Bank Holiday

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ