ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 8th Pay Commission Update: પગાર અને પેન્શનમાં કેટલો થશે વધારો? 2027માં ખુલશે લાખો કર્મચારીઓના ભાગ્ય
Last Updated: 04:06 PM, 9 November 2026
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. તેવી અપેક્ષા છે કે આ પંચ મે-જૂન 2027 સુધીમાં પોતાની ભલામણો સરકારને સોંપી દેશે. ત્યારબાદ નવું પગારરચના ક્યારથી લાગુ થશે અને વધેલી સેલરીનો ફાયદો ક્યારે મળશે તે અંગે કર્મચારીઓમાં ઉત્સુકતા છે. આ સાથે જ જો અમલમાં વિલંબ થાય તો કેટલો એરિયર મળી શકે તેનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
હાલ આઠમા પગાર પંચને લઇ ફિટમેન્ટ ફેક્ટર અને નવી પે મેટ્રિક્સ અંગે કોઈ ઓફીશીયલ નિર્ણય થયો નથી, છતાં વર્તમાન પગાર અને સંભવિત ગણતરીના આધારે એક ઉદાહરણથી સમજી શકાય છે.
ધારો કે કોઈ કર્મચારીની હાલની બેઝિક સેલરી 44,900 રૂપિયા છે અને તે પે લેવલ-6માં કામ કરે છે. જો સાતમા પગાર પંચ જેવો જ 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો નવી બેઝિક સેલરી આશરે 1,15,400 રૂપિયા થઈ શકે છે. એટલે કે 44900 માંથી વધીને લગભગ અઢી ગણી થઈ જાય.
ADVERTISEMENT
એરિયરની ગણતરીમાં માત્ર બેઝિકનો તફાવત નહીં પણ મોંઘવારી ભથ્થું (ડીએ) પણ ઉમેરવું પડે છે. જાન્યુઆરીથી જૂન સુધી 60 ટકા અને જુલાઈથી ડિસેમ્બર સુધી ૬૩ ટકા ડીએ માનીને ગણતરી કરીએ તો 12 મહિનાનો કુલ એરિયર આશરે 5.14 લાખ રૂપિયા બની શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.92, 3.61, કે 3.83 જેવો ઊંચો થાય જે કર્મચારી સંગઠનોની માંગ છે તો સેલરી અને એરિયર વધુ વધી શકે છે, પણ સરકારે હજુ કોઈને મંજૂરી આપી નથી.
ADVERTISEMENT
આ અંદાજમાં એચઆરએ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, ઈન્કમ ટેક્સ, CGHS, CGEGIS અને NPSની કપાતનો સમાવેશ નથી. આઠમા પગાર પંચને 1 જાન્યુઆરી 2026થી અસરકારક માનવાની અપેક્ષા છે, પણ નવી સેલરી ક્યારે મળશે અને એરિયરનું પેમેન્ટ કઈ તારીખથી થશે તે સરકારના અંતિમ આદેશ બાદ જ સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો