ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફટાફટ બેંકના કામકાજ પતાવી દો, હવે રજાઓ શરૂ, જરા લિસ્ટ પર નજર મારી લો
Last Updated: 04:02 PM, 9 November 2026
ADVERTISEMENT
નવેમ્બર મહિનામાં દિવાળી, બલિ પ્રતિપદા, ભાઈબીજ, છઠ્ઠ પૂજા અને ગુરુ નાનક જયંતિ જેવા તહેવારોના કારણે બેંકિંગ કામકાજ પર અસર થવાની છે. અલગ-અલગ રાજ્યોમાં સ્થાનિક તહેવારો પ્રમાણે બેંકોની રજાઓ નક્કી કરવામાં આવી છે. કેટલીક રજાઓ માત્ર ચોક્કસ શહેરો અને રાજ્યોમાં લાગુ પડશે, જ્યારે અન્ય વિસ્તારોમાં બેંકો સામાન્ય રીતે ચાલુ રહેશે. એટલે બેંકમાં જતાં પહેલાં તમારા શહેરની રજાની યાદી ચકાસવી જરૂરી છે.
ADVERTISEMENT
9 નવેમ્બર, સોમવારે દિવાળી, લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા અને વિશ્વકર્મા દિવસના કારણે કેટલાક શહેરોમાં બેંકો બંધ રહેશે. આ રજા અગરતલા, ભોપાલ, ચંદીગઢ, ગંગટોક, ઇમ્ફાલ, જયપુર, કાનપુર અને લખનઉ સહિતના બેંકિંગ કેન્દ્રોમાં લાગુ પડશે.
ADVERTISEMENT
10 નવેમ્બર, મંગળવારે બલિ પ્રતિપદા, ગોવર્ધન પૂજા, લક્ષ્મી પૂજા અને વિક્રમ સંવત નવવર્ષના કારણે બેંકો બંધ રહેશે. આ રજા અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, દેહરાદૂન, ગંગટોક, મુંબઈ અને નાગપુરમાં લાગુ પડશે.ગુજરાતમાં વિક્રમ સંવત નવવર્ષ એટલે કે બેસ્ટુ વરસના કારણે બેંકની શાખાઓ બંધ રહેશે. તેથી અમદાવાદ સહિત ગુજરાતમાં બેંકનું કામ હોય તો રજાને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
11 નવેમ્બરે લક્ષ્મી પૂજા, ભાઈબીજ, નિંગોલ ચક્કૌબા અને ચિત્રગુપ્ત જયંતિના કારણે ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, કોલકાતા, લખનઉ અને શિમલામાં બેંકો બંધ રહેશે.
ADVERTISEMENT
વાંગલા તહેવારના કારણે 13 નવેમ્બરે મેઘાલયના શિલોંગમાં બેંકની શાખાઓ બંધ રહેશે.
ADVERTISEMENT
છઠ્ઠ પૂજાના કારણે 16 નવેમ્બરે પટના અને રાંચીમાં બેંકો બંધ રહેશે. આ તહેવારમાં છઠ્ઠ વ્રત કરનારા લોકો સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની પૂજા કરે છે.

આ પણ વાંચોઃ 8th Pay Commission Update: પગાર અને પેન્શનમાં કેટલો થશે વધારો? 2027માં ખુલશે લાખો કર્મચારીઓના ભાગ્ય
ઇગાસ-બગવાલ તહેવારના કારણે 20 નવેમ્બરે દેહરાદૂનમાં બેંકની શાખાઓ બંધ રહેશે. આ ઉત્તરાખંડનો લોકપ્રિય તહેવાર છે.
સેંગ કુટ સ્નેમ તહેવારના કારણે 23 નવેમ્બરે શિલોંગમાં બેંકો બંધ રહેશે.
ગુરુ નાનક જયંતિ, કાર્તિક પૂર્ણિમા અને રહસ પૂર્ણિમાના કારણે 24 નવેમ્બરે અનેક શહેરોમાં બેંકની શાખાઓ બંધ રહેશે.આ રજા આઇઝોલ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, ઇટાનગર, જમ્મુ, જયપુર, કાનપુર, કોહિમા, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા અને શ્રીનગરમાં લાગુ પડશે.
કનકદાસ જયંતિના કારણે 27 નવેમ્બરે બેંગલુરુમાં બેંકની શાખાઓ બંધ રહેશે.
બેંકની શાખાઓ બંધ હોય ત્યારે પણ ગ્રાહકોને કેટલીક ડિજિટલ સેવાઓ ચાલુ રહે છે. મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ, UPI અને ATM દ્વારા સામાન્ય રીતે નાણાકીય વ્યવહારો કરી શકાય છે.જોકે, ચેક ક્લિયરન્સ, રોકડ જમા કરાવવા અને બેંકની શાખામાં જ કરાવવાના કામ માટે રજાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. બેંકમાં જતાં પહેલાં તમારા શહેરની રજા ચકાસી લો, જેથી ધક્કો ન ખાવો પડે.
સંકળાયેલા મુદ્દાઓ