ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / 1200 વાનગીઓનો ભોગ, 8 કિલો સોનાના વાઘાનો શૃંગાર, જુઓ ક્યાં કેવો માહોલ જામ્યો?

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / 1200 વાનગીઓનો ભોગ, 8 કિલો સોનાના વાઘાનો શૃંગાર, જુઓ ક્યાં કેવો માહોલ જામ્યો?

Last Updated: 01:44 PM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નૂતન વર્ષના પ્રથમ દિવસે વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો. ગોવર્ધન પૂજા બાદ ભગવાન સમક્ષ 1200થી વધુ વાનગીઓનો દિવ્ય અન્નકૂટ ધરાવાયો.

1/5

photoStories-logo

1. સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન

નૂતન વર્ષના પ્રથમ દિવસે વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું...ભગવાન સ્વામિનારાયણ સમક્ષ વૈષ્ણવી પરંપરા અનુસાર ગોવર્ધન પૂજા બાદ 1200 કરતાં પણ વધુ પ્રકારની વિવિધ વાનગીઓનો દિવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 5 સંકલ્પો સાથે આ ભવ્ય અન્નકૂટનું આયોજન કરાયું

આ વર્ષે મંદિર દ્વારા વિશેષ 5 સંકલ્પો સાથે આ ભવ્ય અન્નકૂટનું આયોજન કરાયું હતું, જેના અલૌકિક દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.એટલું જ નહીં વહીવટી તંત્ર તેમજ મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે દર્શનની સુંદર અને સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું

નૂતન વર્ષના મંગલ પ્રારંભે વિશ્વપ્રસિદ્ધ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું હતું. આજે હનુમાન દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા અલૌકિક અને દિવ્ય સુવર્ણ વાઘાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મુખ્ય સિંહાસનને પણ રંગબેરંગી દેશી-વિદેશી ફૂલોથી સજાવવામાં આવ્યું

નૂતન વર્ષના આ પાવન અવસરે દાદાના મુખ્ય સિંહાસનને પણ રંગબેરંગી દેશી-વિદેશી ફૂલોથી અત્યંત આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું. સવારે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના હસ્તે મંગળા આરતી અને ત્યારબાદ શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે દિવ્ય શણગાર આરતી યોજાઈ હતી અને નવા વર્ષના પ્રથમ દિવસે હજારો ભક્તોએ દાદાના આ અદ્ભુત સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. શિવભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું

હિન્દુ નૂતન વર્ષના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ તીર્થધામ ગીર સોમનાથના સોમનાથ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોનું ભારે ઘોડાપુર ઉમટ્યું હતું.. નવા વર્ષની મંગલ શરૂઆત દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ સાથે કરવા માટે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓની લાંબી કતાર જોવા મળી હતી.. આ પાવન અવસરે સોમનાથ મહાદેવની પરંપરાગત સવારની દિવ્ય આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર મંદિર પરિસર 'હર હર મહાદેવ' અને 'જય સોમનાથ'ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જ્યાં ભક્તોએ દાદાના મનમોહક સ્વરૂપના દર્શન કરી ભાવવિભોર થઈ ધન્યતા અનુભવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Annakut Mahotsav 2026 Atladara Swaminarayan Temple Vadodara Annakut Festival
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ