ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાયોનું ધણ દોડાવવાથી લઇને પ્રાયશ્ચિતની પરંપરા, જે આજેય ગુજરાતના ગામડાંઓમાં સંસ્કૃતિને રાખે છે જીવંત

VIDEO / ગાયોનું ધણ દોડાવવાથી લઇને પ્રાયશ્ચિતની પરંપરા, જે આજેય ગુજરાતના ગામડાંઓમાં સંસ્કૃતિને રાખે છે જીવંત

Published By: Vishal Khamar

Last Updated: 03:10 PM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદ જિલ્લામાં નવા વર્ષના પર્વ નિમિત્તે પરંપરાગત ગાય ગોહરી ઉત્સવની ઉજવણી કરવામાં આવી. માનતા પૂર્ણ કરવા અને પશુઓની માફી માંગવા લોકો ગાયોના ટોળા વચ્ચે જમીન પર સૂતા જોવા મળ્યા.

ADVERTISEMENT

દાહોદ જિલ્લામાં દીપોત્સવ અને નવા વર્ષની ઉજવણી બાદ આદિવાસી સંસ્કૃતિની અનોખી અને રોમાંચક પરંપરા જોવા મળી છે. નવા વર્ષના પર્વ નિમિત્તે સમગ્ર જિલ્લામાં પરંપરાગત ગાય ગોહરીનો લોકમેળો અને ઉત્સવ ભારે આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. આ પર્વ દરમિયાન લોકો પોતની માનતા પૂર્ણ કરવા માટે ગાયોના ટોળા વચ્ચે જમીન પર સૂતા નજરે પડ્યા હતા.

દાહોદ જિલ્લાના ગાગરડી, ગરબાડા, દાહોદ, લીમડી અને અભલોડ સહિતના અનેક વિસ્તારોમાં આ પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.. આ પૌરાણિક પરંપરા પાછળ એવી માન્યતા છે કે, આખા વર્ષ દરમિયાન ખેતીકામ કરતા સમયે અજાણતા પશુઓથી કોઈ ભૂલ કે ઈજા થઈ હોય, તો તેની માફી માંગવા માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. વર્ષો જૂની આ પરંપરા અને સાંસ્કૃતિક વારસાને નિહાળવા માટે દાહોદ જિલ્લાના આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

બેસતા વર્ષના દિવસે બળોલ ગામનો નજારો કંઈક અલગ જ જોવા મળે છે. ગામના તમામ લોકો ગામના ચોકમાં એકત્રિત થાય છે. ગામના માલધારીઓ પોતાના પશુધન એટલે કે ગાયોનું ધણ લઈને ગામના ચોકમાં પહોંચે છે. ત્યારબાદ પરંપરા મુજબ ગાયોને એકસાથે દોડાવવામાં આવે છે. ગાયોના ધણની દોડથી સમગ્ર ગામના ચોકમાં માટીની રજ ઊડવા લાગે છે અને આ દ્રશ્ય જોવા માટે ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.આ પરંપરાની સૌથી વિશેષ વાત એ છે કે ગાયો દોડતી વખતે ઊડતી માટીને ગ્રામજનો પવિત્ર માને છે. લોકો આ માટીને શ્રદ્ધાપૂર્વક પોતાના માથે ચડાવે છે અને તેને શુભ માને છે. ગ્રામજનોની માન્યતા અને આસ્થા સાથે જોડાયેલી આ પરંપરા માત્ર એક રિવાજ નથી, પરંતુ ગામની વર્ષો જૂની સંસ્કૃતિ અને પૂર્વજોના વારસાનું પ્રતીક બની રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં અમિત શાહે કાર્યકર્તાઓ સાથે ઉજવ્યું નવું વર્ષ, શુભેચ્છા પાઠવવા ઉમટ્યા નેતાઓ!

આજે જ્યારે આધુનિકતાના યુગમાં અનેક જૂની પરંપરાઓ લુપ્ત થતી જઈ રહી છે, ત્યારે બળોલ ગામના લોકો દ્વારા 200 વર્ષથી વધુ જૂની આ પરંપરાને સતત જાળવી રાખવી એ વિશેષ બાબત છે. બેસતા વર્ષના દિવસે આખું ગામ એકસાથે ભેગું થાય છે, માલધારીઓ પોતાના પશુધન સાથે આ પરંપરામાં જોડાય છે અને નવી પેઢીને પણ ગામની જૂની સંસ્કૃતિનો પરિચય કરાવે છે.આમ, બળોલ ગામમાં બેસતા વર્ષના દિવસે ગાયોના ધણ દોડાવવાની આ અનોખી પરંપરા આજે પણ ગામની ઓળખ બની રહી છે. પશુધન પ્રત્યેનો લગાવ, સામૂહિક એકતા અને વર્ષો જૂની આસ્થા સાથે બળોલ ગામના લોકો આજે પણ પોતાના પૂર્વજોના વારસાને જીવંત રાખી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dahod Tribal Culture Dahod New Year Celebration Gaay Gohri Festival

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ