ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, શું હવે સરકારી કર્મચારીઓની હાલત પણ પ્રાઈવેટ કંપનીઓ જેવી થશે?

ચુકાદો / સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, શું હવે સરકારી કર્મચારીઓની હાલત પણ પ્રાઈવેટ કંપનીઓ જેવી થશે?

Published By: Jinal Chauhan

Last Updated: 01:24 PM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી નોકરી એટલે આખી જિંદગી નોકરીની સુરક્ષાની ગેરંટી એવી માન્યતા હવે બદલાઈ શકે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે જનહિત અને વહીવટી કામકાજ સુધારવા માટે સરકાર કર્મચારીને ઉંમર પહેલાં પણ ફરજિયાત નિવૃત્ત કરી શકે છે.

ADVERTISEMENT

સામાન્ય રીતે સરકારી નોકરીમાં જોડાયા પછી કર્મચારીને નિવૃત્તિની ઉંમર સુધી નોકરી કરવાની તક મળે છે. જોકે હવે માત્ર સરકારી કર્મચારી હોવું જ નોકરી ચાલુ રહેવાની ગેરંટી નથી. સુપ્રીમ કોર્ટે એક કેસમાં સરકારના ફરજિયાત નિવૃત્તિ આપવાના અધિકારને યોગ્ય ગણાવ્યો છે. કર્મચારીની કામગીરી, ઈમાનદારી અને વર્ષો જૂનો સર્વિસ રેકોર્ડ આ નિર્ણયનો આધાર બની શકે છે. જોકે સરકારે આ અધિકારનો ઉપયોગ પોતાની મરજી મુજબ નહીં પરંતુ જનહિત અને નક્કર કારણોના આધારે જ કરવાનો રહેશે.

સરકારી કર્મચારીઓ માટે શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય?

ભારતમાં સરકારી નોકરીને સારી આવકની સાથે નોકરીની સુરક્ષા માટે પણ પસંદ કરવામાં આવે છે. ખાનગી કંપનીઓમાં કર્મચારીઓને નોકરી ગુમાવવાનો ડર રહે છે, જ્યારે સરકારી નોકરીમાં સામાન્ય રીતે નિવૃત્તિની ઉંમર સુધી સેવા આપવાની તક મળે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાએ સ્પષ્ટ કર્યુ છે કે દરેક સરકારી કર્મચારીને કોઈ પણ સંજોગોમાં નિવૃત્તિની ઉંમર સુધી નોકરી કરવાનો અબાધિત અધિકાર મળતો નથી.સરકાર પાસે જનહિતમાં કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરવાનો અધિકાર છે. જો કોઈ કર્મચારીની કામગીરી, કાર્યક્ષમતા કે સર્વિસ રેકોર્ડ સરકારી વહીવટની જરૂરિયાત પ્રમાણે યોગ્ય ન હોય તો સરકાર સેવા નિયમો હેઠળ તેની નિવૃત્તિનો નિર્ણય લઈ શકે છે. જોકે, આ નિર્ણય કર્મચારીને સજા આપવા માટે નહીં, પરંતુ સરકારી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે હોવો જોઈએ.

છત્તીસગઢના પાંચ કર્મચારીઓ સાથે જોડાયેલો હતો કેસ

આ મામલો છત્તીસગઢ સરકારના કાનૂની માપવિજ્ઞાન વિભાગના પાંચ કર્મચારીઓ સાથે જોડાયેલો હતો. વર્ષ 2017માં સરકાર દ્વારા આ વિભાગના પાંચ કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી હતી. તેમાં તુર્સિંહ ધ્રુવ અને મનહરણ લાલ સાહુ નામના બે કર્મચારીઓ પણ સામેલ હતા.બંને કર્મચારીઓની શરૂઆતમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે નિમણૂક થઈ હતી. ત્યારબાદ તેઓ સહાયક ગ્રેડ-3ના પદ સુધી પહોંચ્યા હતા. જોકે, સરકારના ફરજિયાત નિવૃત્તિના નિર્ણય સામે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યાંથી રાહત ન મળતા બંને કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

14 કર્મચારીઓના રેકોર્ડની થઈ હતી તપાસ

છત્તીસગઢ સરકારે 25 એપ્રિલ 2017ના રોજ બહાર પાડેલા પરિપત્રના આધારે વિભાગના કર્મચારીઓના સર્વિસ રેકોર્ડની સમીક્ષા કરાવી હતી. આ કામગીરી માટે એક સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીએ કુલ 14 કર્મચારીઓના કામકાજ અને જૂના રેકોર્ડની તપાસ કરી હતી.આ તપાસમાં કર્મચારીઓની ઈમાનદારી, કામ કરવાની ક્ષમતા, શારીરિક યોગ્યતા, વિભાગમાં તેમની છબી અને વાર્ષિક ગોપનીય અહેવાલ એટલે કે ACRને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તપાસ બાદ કમિટીએ પાંચ કર્મચારીઓને ફરજિયાત નિવૃત્તિ આપવાની ભલામણ કરી હતી. આ ભલામણના આધારે સરકારે સંબંધિત કર્મચારીઓ સામે નિર્ણય લીધો હતો.

ખરાબ સર્વિસ રેકોર્ડ હોય તો સરકાર લઈ શકે છે નિર્ણય

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યુ કે કર્મચારીની ઉપયોગિતા નક્કી કરવા માટે તેના સમગ્ર નોકરીના રેકોર્ડની તપાસ કરી શકાય છે. માત્ર છેલ્લાં કેટલાંક મહિનાની કામગીરીના આધારે જ નિર્ણય લેવો જરૂરી નથી. કર્મચારીએ વર્ષો દરમિયાન કેવું કામ કર્યુ છે, તેની ઈમાનદારી કેવી રહી છે અને તેની કામગીરીથી સરકારી વિભાગને કેટલો ફાયદો થયો છે, તે તમામ બાબતો જોવામાં આવી શકે છે.આ કેસમાં સંબંધિત કર્મચારીઓના રિપોર્ટમાં નક્કી કરાયેલા ગ્રેડ-B સ્તર કરતાં ઓછા ગુણ જોવા મળ્યા હતા. કોર્ટે માન્યુ કે જો કર્મચારીનો સર્વિસ રેકોર્ડ તેની કામગીરી અંગે સવાલ ઊભા કરતો હોય તો જનહિતમાં તેને ફરજિયાત નિવૃત્તિ આપવાનો નિર્ણય લઈ શકાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ કોલકાતા એરપોર્ટ પર હાઇજેકના મેસેજથી અફરાતફરી, મુંબઈની ફ્લાઇટ પહેલાં એલર્ટ જાહેર!

ફરજિયાત નિવૃત્તિ એટલે નોકરીમાંથી બરતરફી નહીં

આ ચુકાદામાં એક મહત્ત્વની વાત એ પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે ફરજિયાત નિવૃત્તિ અને નોકરીમાંથી બરતરફી બંને અલગ બાબતો છે. ભારતીય બંધારણની કલમ 311(2) સરકારી કર્મચારીઓને બરતરફ કરવા, પદ પરથી દૂર કરવા અથવા પદમાં ઘટાડો કરવા જેવી શિક્ષાત્મક કાર્યવાહી સામે સુરક્ષા આપે છે.પરંતુ સામાન્ય ફરજિયાત નિવૃત્તિ શિક્ષાત્મક કાર્યવાહી ગણાતી નથી. તેનો અર્થ એવો નથી કે કર્મચારીએ કોઈ ગુનો કર્યો છે અથવા તેની સામે કોઈ શિસ્તભંગનો આરોપ સાબિત થયો છે. આ નિર્ણયનો હેતુ કર્મચારીને સજા કરવાનો નહીં, પરંતુ સરકારી તંત્રની કામગીરી સુધારવાનો છે.એટલે જ સેવા નિયમો મુજબ જનહિતમાં ફરજિયાત નિવૃત્તિ આપતી વખતે દરેક કિસ્સામાં વિભાગીય તપાસ કે સજા પહેલાં મળતી સુનાવણીની પ્રક્રિયા જરૂરી હોતી નથી.

બીજા કર્મચારીને નોકરીમાં રાખ્યો હોય તો તમને પણ રાહત નહીં મળે

આ કેસમાં કર્મચારીઓએ એવી દલીલ પણ કરી હતી કે તેમના જેવી જ સ્થિતિમાં રહેલા કેટલાક અન્ય કર્મચારીઓને નોકરીમાં ચાલુ રાખવામાં આવ્યા છે. તો પછી તેમને જ ફરજિયાત નિવૃત્તિ કેમ આપવામાં આવી?જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. કોર્ટે સ્પષ્ટ કર્યુ કે દરેક સરકારી કર્મચારીની કામગીરી અને સર્વિસ રેકોર્ડ અલગ હોય છે. એક કર્મચારીનો રેકોર્ડ સારો હોય તો બીજા કર્મચારીને પણ એ જ લાભ મળે તે જરૂરી નથી.બંધારણની કલમ 14 હેઠળ દરેક નાગરિકને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે એક વ્યક્તિને કોઈ કારણસર મળેલી રાહતના આધારે અન્ય વ્યક્તિ પણ એ જ રાહતનો દાવો કરી શકે. દરેક કર્મચારીના કેસનો નિર્ણય તેના પોતાના રેકોર્ડ અને સંજોગોને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે.

શું સરકાર મનફાવે ત્યારે કર્મચારીને નિવૃત્ત કરી શકશે?

સુપ્રીમ કોર્ટે સરકારને ફરજિયાત નિવૃત્તિ આપવાનો અધિકાર આપ્યો છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે સરકાર કોઈ પણ કર્મચારીને મનફાવે ત્યારે નોકરીમાંથી દૂર કરી શકે છે. આ અધિકારનો ઉપયોગ ચોક્કસ નિયમો અને યોગ્ય કારણોના આધારે જ થઈ શકે છે.જો સરકાર કોઈ કર્મચારીને અંગત અદાવતના કારણે નિવૃત્ત કરે, નિર્ણય પાછળ કોઈ નક્કર આધાર ન હોય અથવા કાર્યવાહી મનસ્વી રીતે કરવામાં આવી હોય તો કર્મચારી કોર્ટમાં તેને પડકારી શકે છે. કોર્ટ એ પણ તપાસી શકે છે કે નિર્ણય લેતા પહેલાં સક્ષમ અધિકારીએ કર્મચારીના જરૂરી રેકોર્ડની યોગ્ય રીતે તપાસ કરી હતી કે નહીં.એટલે કે સરકાર પાસે અધિકાર હોવા છતાં તેનો ઉપયોગ નિષ્પક્ષ રીતે કરવો જરૂરી છે. માત્ર કોઈ અધિકારીને કર્મચારી પસંદ ન હોય એટલા માટે તેને ફરજિયાત નિવૃત્ત કરી શકાય નહીં.

સરકારી કર્મચારીઓ માટે શું છે આ ચુકાદાનો અર્થ?

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ માટે એક સ્પષ્ટ સંદેશ સામે આવ્યો છે. સરકારી નોકરીમાં જોડાયા બાદ માત્ર નોકરીની સુરક્ષાના ભરોસે બેસી રહેવું યોગ્ય નથી. કર્મચારીઓએ પોતાની કામગીરી, ઈમાનદારી અને વિભાગની જવાબદારીઓ પ્રત્યે ગંભીર રહેવું પડશે.ખાસ કરીને લાંબા સમયથી નબળી કામગીરી કરતા કર્મચારીઓના સર્વિસ રેકોર્ડની સમીક્ષા કરીને સરકાર જનહિતમાં નિર્ણય લઈ શકે છે. જોકે, આ નિયમ દરેક કર્મચારીને લાગુ પડે છે એવું નથી. કર્મચારીની ઉંમર, સેવા નિયમો, સર્વિસ રેકોર્ડ અને સંબંધિત પરિસ્થિતિઓના આધારે જ નિર્ણય લેવાશે.આ ચુકાદાનો અર્થ એવો નથી કે હવે સરકારી કર્મચારીઓને ખાનગી કંપનીઓની જેમ કોઈ પણ સમયે નોકરીમાંથી કાઢી શકાશે. પરંતુ એટલું ચોક્કસ છે કે સરકારી નોકરીમાં પણ કામગીરી અને જવાબદારીનું મહત્ત્વ છે. નોકરીની સુરક્ષા સાથે કર્મચારીઓએ પોતાની ફરજ પ્રત્યે પણ એટલા જ જવાબદાર રહેવું પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Decision Government Employees Compulsory Retirement

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ