ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આસામના ગુવાહાટીમાં ટ્રેનના એન્જિન સહિત 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત!

નેશનલ / આસામના ગુવાહાટીમાં ટ્રેનના એન્જિન સહિત 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત!

Published By: Nirav Kumar

Last Updated: 09:29 AM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામના ગુવાહાટી નજીક વહેલી સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાતાં મુસાફરોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે, જેમાં અનેક મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે.

ADVERTISEMENT

આસામમાં ગુવાહાટી નજીક બુધવાર સવારે ભયંકર રેલ અકસ્માત બન્યો છે. કોલકાતા સેરાંગ એક્સપ્રેસનું એન્જિન સહિત સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ હાદસા બાદ ઘણા લોકો ઘાયલ થયાની ખબર છે. ઘટનાની જાણ થતાં જ રેલવે વહીવટ અને બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને બહાર કાઢવા અને મદદ પહોંચાડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

આ દુર્ઘટનામાં અનેક મુસાફરોને ઈજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે, ઘાયલોની ચોક્કસ સંખ્યા અને તેમની ઈજાની ગંભીરતા અંગે હજુ સુધી સ્પષ્ટ વિગતો ઉપલબ્ધ નથી. અકસ્માતનું ચોક્કસ કારણ પણ જાણવા મળ્યું નથી.

આ અંગે CPROએ જણાવ્યું કે હાદસો સવારે 6.54 વાગ્યે બન્યો. રાહત કાર્યમાં ઝડપ લાવવા માટે રિલીફ ટ્રેન પણ મોકલવામાં આવી રહી છે. જેમાં નોર્ધન ફ્રન્ટિયર રેલવેના સીનીયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ હાદસો ગુવાહાટીના ડિગારુ વિસ્તારમાં બન્યો છે. આ ટ્રેન આસામના વિવિધ સ્ટેશનોમાંથી પસાર થઈને કોલકાતા જતી હતી.

વધુ વાંચો : દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર યથાવત, GRAP-3ના પ્રતિબંધો છતાં હવામાં ઝેર, AQI 303એ પહોંચ્યો

હાલ હાદસાના કારણોની જાણ થઈ નથી. રેલવે તરફથી તપાસ ચાલુ છે. ઘણા મુસાફરો ઘાયલ થયાની માહિતી છે, પણ સાચી સંખ્યા અને તેમની હાલત અંગે હજુ વિગતવાર માહિતી મળી નથી. ડબ્બાઓમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાનું અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનું કામ પ્રાથમિકતા પર છે. જેમાં બચાવ કાર્ય યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kolkata-Sairang Express Assam Train Accident Train Derailment

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ