ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / છોટા ઉદેપુરમાં ઈકો-બાઈક વચ્ચે અકસ્માત, 3ના મોત, કપડવંજમાં કપલનું મોત, કેશોદ-ચોટીલામાં પણ અકસ્માત

અકસ્માત / છોટા ઉદેપુરમાં ઈકો-બાઈક વચ્ચે અકસ્માત, 3ના મોત, કપડવંજમાં કપલનું મોત, કેશોદ-ચોટીલામાં પણ અકસ્માત

Published By: Hiralal Parmar
Reported By: Nikhil Bhoi

Last Updated: 10:01 PM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેસતા વર્ષના પર્વે ગુજરાતમાં અકસ્માતના 4 બનાવ સામે આવ્યાં છે જેમાં ખેડાના કપડવંજમાં પતિ-પત્નીના મોત થયા હતા.

ADVERTISEMENT

ગુજરાતમાં બેસતા વર્ષના દિવસે અકસ્માતની 4 ઘટનાઓ સામે આવી છે. ખેડાના કપડવંજ, સુરેન્દ્રનગરના ચોટીલા અને જૂનાગઢના કેશોદમાં અકસ્માત થયા હતા. આમાં કપડવંજમાં એક કપલનું મોત થયું હતું તો બાકીના બે અકસ્માતમાં ઈજા પહોંચી હતી.

છોટાઉદેપુરમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણનાં મોત

પીપેલેજ પાટિયા પાસે ઈકો કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઈકો કાર ચાલક સહિત બાઈક પર સવાર બે વ્યક્તિઓનાં મોત થયા હતા.

સામેથી આવતી કારે કપલને ઉડાવ્યાં

ખેડા જિલ્લાના કપડવંજના સોરણા નજીક બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીને અકસ્માત નડતાં બંનેનાં કરુણ મોત નિપજ્યાં હતાં. મૃતક દંપતી ભેજલી તાબે અલવાના રહેવાસી હતા. સામેથી આવતી કારે તેમને ટક્કર મારી હતી અને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં તેમના મોત થયા હતા.

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે અકસ્માત

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે અકસ્માતનો બીજો બનાવ બન્યો હતો. અહીં અજાણ્યા વાહનચાલકે બાઈકસવારને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે ચોટીલા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ શેરબજાર / દિવાળી પર કલાકનું થશે મુહૂર્ત ટ્રેડિંગ, પૈસાનો વરસાદ કરી આપતાં આ 10 શેર ખરીદી લેજો!

કેશોદમાં શ્વાન વચ્ચે આવતાં 108 રસ્તા નીચે ઉતરી

ત્રીજી ઘટના કેશોદના માંગરોળ રોડ પર બની હતી. ખીરસરા ગામે અકસ્માતના દર્દીને લેવા જઈ રહેલી 108 એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. રસ્તા પર શ્વાન આડો ઉતરતાં એમ્બ્યુલન્સ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. આ ઘટનામાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને ડોક્ટરને ઈજાઓ પહોંચી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ