ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદના ખંભાતમાં પ્રેમસંબંધમાં પિતાએ કરી દીકરીની હત્યા, રસોડામાં મધરાતે 3 વાગ્યે દુપટ્ટાનું ગળું ભીંસી નાખ્યું
Last Updated: 07:44 PM, 10 November 2026
ADVERTISEMENT
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેતપુર ગામમાં પ્રેમસંબંધના મામલે પિતાએ પોતાની 21 વર્ષીય પુત્રીની હત્યા કરી દીધી હતી. દિવાળીની રાતે પિતા કૌશલકુમાર પટેલે તેની 21 વર્ષની દીકરી સાન્ય પટેલની દુપટ્ટા વડે ગળું ભીંસીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ હત્યારા પિતાએ આખી ઘટનાને આપઘાતમાં ખપાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોસ્ટમોર્ટમમાં તેનું પાપ ઉઘાડું પડી ગયું હતું.
ADVERTISEMENT
દીકરીને ગામના યુવાન સાથે હતો પ્રેમસંબંધ
સાન્યા પટેલને મેતપુર ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ વાતની પિતા કૌશલકુમારને જાણ થઈ જતાં તેણે દીકરીને સંબંધ તોડી પાડવાનું દબાણ કર્યું હતું જોકે, સાન્યા પિતાની વાત માનતી નહોતી અને યુવક સાથે ફોન પર વાતચીત ચાલુ રાખતી હતી. આ બાબતને લઈને પિતા ક્રોધે ભરાયા હતા અને દિવાળીની રાતે મધરાતે 3 વાગ્યે દુપટ્ટાથી ગળું ભીંસીને સાન્યાની હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ
પુત્રીનું મોત થયા બાદ આરોપી પિતાએ સમગ્ર ઘટનાને આત્મહત્યા અથવા અકુદરતી મોતનો બનાવ દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનો અને સગાંસંબંધીઓને ગેરમાર્ગે દોર્યા બાદ સાન્યાના મૃતદેહને ખંભાત જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના તબીબોને મૃત્યુની સ્થિતિ શંકાસ્પદ જણાતાં ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની ભલામણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થયાનું ખુલ્યું
ત્યારબાદ મૃતદેહને કરમસદની કૃષ્ણ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાન્યાનું મૃત્યુ 'Ligature Strangulation' એટલે કે ગળામાં દબાણ આવવાથી શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આ રિપોર્ટના આધારે પોલીસે વધુ તપાસ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદમાં હવાની ગુણવત્તા બગડી, ગોતા-ચાણક્યપુરી-સેટેલાઇટમાં AQI 180ને પાર!
આરોપીની ધરપકડ
ADVERTISEMENT
મેતપુરના સહજાનંદ ફળિયામાં રહેતા આરોપી કૌશલકુમાર રમણલાલ પટેલની અટકાયત કરવામાં આવી છે. પોલીસ કડક પૂછપરછ કરતાં કૌશલ પટેલે પુત્રીની હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.