ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના આઇસક્રીમના વેપારી હનીટ્રેપમાં ફસાયા, ટીન્ડરવાળી યુવતીએ 6 લાખ ખંખેરી લીધા

ક્રાઈમ / અમદાવાદના આઇસક્રીમના વેપારી હનીટ્રેપમાં ફસાયા, ટીન્ડરવાળી યુવતીએ 6 લાખ ખંખેરી લીધા

Published By: Hiralal Parmar
Reported By: Dipak Solanki

Last Updated: 06:39 PM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનીટ્રેપમાં ફસાઈને અમદાવાદના વેપારીને 6 લાખ રુપિયા ગુમાવાનો વારો આવ્યો હતો. આ ઘટનાએ આંખો ઉઘાડતી ઘટના છે.

ADVERTISEMENT

અમદાવાદના આઇસક્રીમના વેપારી હનીટ્રેપમાં ફસાયા છે. ટીન્ડરએપ થી યુવતી ના સંપર્ક આવ્યા બાદ મળવા જતા ખંડણીનો ભોગ બન્યાં હતા અને આખરે 6 લાખ રુપિયા ગુમાવ્યાં હતા. હની ટ્રેપ ની ઘટનાને અંજામ આપનાર 2 આરોપીની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે.

શું બન્યો આખો બનાવ?

જો તમે ટિન્ડર એપ થી કોઈ મહિલા ના સંપર્ક માં આવો છો તો આ કિસ્સો જાણવો તમારા માટે જરૂરી છે .અમદાવાદ ના વસ્ત્રાલ ના એક વેપારી ટીન્ડર એપ થી હની ટ્રેપ નો ભોગ બન્યા છે ..આઇસક્રીમ ના વેપારી એક મહિના પહેલા ટીન્ડર એપ પર હિના પટેલ નામની યુવતી સાથે સંપર્ક આવ્યા હતા ..આરોપીઓ દ્વારા મહિલા નો ઉપયોગ કરી વેપારી ને પ્રેમજાળ માં ફસાવી અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર માં બોલાવ્યો હતો અને ત્યાં હનીટ્રેપ માં ફસાવ્યો હતો ..અંગત ફોટો અને વીડિયો કોલ પર યુવતી સાથે વાત કરતા ફોટો બતાવી રૂપિયા માગ્યાં અને આરોપીઓ એ રૂ 6 લાખ પડાવ્યા ..આઇસક્રીમ ના વેપારી ને વસ્ત્રાલ ખાતે બોલાવી આરોપીઓ એ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી કેસ માં ફસાવી દેવાની ધમકી આપી હતી ..વેપારી એ પોલીસ કેસ દાખલ કરતા વિવેકાનંદ નગર પોલીસે 2 આરોપી ની ધરપકડ કરી છે .મૂળ રાજકોટ ના અને હનીટ્રેપ ગેંગ ના સભ્યો કલ્પેશ અગ્રાવત અને રાજ ખૂંટ ની ધરપકડ કરી છે ..પોલીસે આરોપીઓ પાસે થી ફરિયાદી વેપારી ને રૂ 3 લાખ પરત પણ અપાવ્યા છે.

વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ગેંગ મૂળ રાજકોટની

વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ગેંગ મૂળ રાજકોટની છે ...પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે ગેંગ નો માસ્ટર માઇન્ડ વારિસ માલવિયા છે ..વારિસ ટીન્ડર એપ થી મહિલા મારફતે વેપારી ને ફસાવતો હતો અને જ્યારે એક મહિના બાદ વેપારી યુવતી ના વિશ્વાસ માં આવી જાય ત્યારે મળવા બોલાવી તેની પાસે થી પૈસા પડાવતા હતા ..હનીટ્રેપ ગેંગ માં કુલ 7 સભ્યો છે જેમાંથી 2 આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચો : VIDEO : ટ્રમ્પ અંદર, વ્હાઈટ હાઉસમાં લોકડાઉન, કાર ક્રેશ કરીને સિક્રેટ સર્વિસ એજન્ટ સાથે બાખડ્યો સંદિગ્ધ

કોણ છે માસ્ટરમાઈન્ડ?

વારિસ માલવિયા મુખ્ય માસ્ટર માઇન્ડ છે ..વારિસ સામે અગાઉ બે ગુના દાખલ થયેલા હોવાનું સામે આવ્યું છે ..હની ટ્રેપની આખી ગેંગ ચાલતી હતી ..હિના પટેલ ઉર્ફે ધૃતિ સામે NDPS નો ગુનો દાખલ અગાઉ થયેલ છે .હનીટ્રેપ ગેંગ માં ફરાર અન્ય આરોપીઓ ને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ