ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 12 વર્ષ બાદ વધી શકે છે ન્યૂનતમ પેન્શન, જાણો કેટલો વધારો થવાની થઈ રહી છે ચર્ચા?

બિઝનેસ / 12 વર્ષ બાદ વધી શકે છે ન્યૂનતમ પેન્શન, જાણો કેટલો વધારો થવાની થઈ રહી છે ચર્ચા?

Published By: Pravin Joshi

Last Updated: 06:18 PM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFOના લાખો પેન્શનધારકો માટે 19 નવેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહે તેવી શક્યતા છે.

ADVERTISEMENT

EPFOના લાખો પેન્શનરો માટે આગામી 19 નવેમ્બર 2026નો દિવસ ખાસ બની શકે છે. ગવર્નિંગ બોડી દ્વારા કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળ આપવામાં આવતા ન્યૂનતમ માસિક પેન્શનને 1,000 રૂપિયાથી વધારીને 3,000 રૂપિયા કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર EPFOની કેન્દ્રીય ન્યાસી બોર્ડ (CBT)ની બેઠકમાં સત્તાવાર ચર્ચા થઈ શકે છે.

epfo-final

અગાઉ આ બેઠક ગુજરાતના ગીરમાં યોજાવાની હતી, પરંતુ પાછળથી સ્થળ બદલીને નવી દિલ્હી કરવામાં આવ્યું છે. EPFOના ક્ષેત્રીય ભવિષ્ય નિધિ કમિશનર સુબ્રત ભૌમિક દ્વારા 4 નવેમ્બરે CBTના તમામ સભ્યોને મોકલેલા પત્ર અનુસાર, આ બેઠક 19 નવેમ્બરે સવારે 10:15 વાગ્યે EPFO હેડક્વાર્ટર ખાતે યોજાશે.

epfo-final

શ્રમ મંત્રાલય દ્વારા નાણા મંત્રાલય સાથે આ અંગે પ્રાથમિક વિચારણા પૂર્ણ કરી લેવામાં આવી હોવાના અહેવાલ છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી, 3,000 રૂપિયાના આ પ્રસ્તાવને હાલ પૂરતો સંભવિત નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

epfo1-new-logo

2014 પછી પ્રથમ વખત પેન્શન સુધારાની તૈયારી

EPS હેઠળ ન્યૂનતમ પેન્શનમાં છેલ્લે ફેબ્રુઆરી 2014માં સુધારો કરીને 1,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓગસ્ટ 2014માં સરકારે તેને અધિસૂચિત કર્યું હતું. છેલ્લા 12 વર્ષથી આ રકમ યથાવત રહી છે. મોંઘવારીના વર્તમાન સમયમાં પેન્શનર સંગઠનો ન્યૂનતમ પેન્શન વધારીને ઓછામાં ઓછું 7,500 રૂપિયા કરવાની સતત માંગ કરી રહ્યા છે.

EPFO-simple

પગાર મર્યાદા વધતા પેન્શન વધારાની માંગ વધુ તીવ્ર બની

EPS હેઠળ મળતા પેન્શનની ગણતરી કર્મચારીના પેન્શન યોગ્ય પગાર અને નોકરીના સમયગાળા આધારિત હોય છે. સપ્ટેમ્બર 2026માં પેન્શનની ગણતરી માટેની મહત્તમ વેતન મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી હતી, જેના પછી પેન્શનધારકોની આ માંગ વધુ મજબૂત બની છે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 48 કલાકથી વધુ કસ્ટડીમાં સરકારી કર્મચારી આપોઆપ સસ્પેન્ડ!

શું છે નવી EPS 2026 યોજના?

ઓર્ગેનાઈઝ્ડ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને નિવૃત્તિ પછી સામાજિક સુરક્ષા આપવા માટે EPS યોજના કાર્યરત છે. જેમાં કંપની દ્વારા કર્મચારીના બેઝિક સેલેરીના 8.33% હિસ્સો પેન્શન ફંડમાં જમા કરાવાય છે, જે હાલની 25,000 રૂપિયાની વેતન સીમા મુજબ માસિક મહત્તમ 2,083 રૂપિયા થાય છે. જુલાઈ 2026થી 'સામાજિક સુરક્ષા સંહિતા, 2020' હેઠળ જૂની EPS 1995ના સ્થાને નવી EPS 2026 યોજના અમલી બનાવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EPS2026 PensionHike EPFO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ