ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : માઉન્ટ આબુ તરફ માનવ મહેરામણ, અંબાજીથી માઉન્ટ આબુ તરફ 3 કિમી સુધીનો ટ્રાફિક જામ
Last Updated: 08:57 PM, 10 November 2026
ADVERTISEMENT
દિવાળી વેકેશનને પગલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ તરફ રવાના થયા છે. ગુજરાત-રાજસ્થાન સરહદ છાપરી ચેકપોસ્ટ પર વાહનોની લાંબી કતારો લાગી છે. સરહદ પર અંદાજે 2 થી 3 કિલોમીટર સુધી લાઈનો લાગી હતી. પ્રવાસીઓના વાહનોના ભારે ધસારાને કારણે હાઇવે પર ટ્રાફિકની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા મુસાફરો અને પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પોલીસ અને તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી. બોર્ડર પર વાહનોની ગતિ ધીમી પડતાં યાત્રિકોને ધીરજ રાખવા વહીવટી તંત્રની વિનંતી.
ADVERTISEMENT
છાપરી ચેકપોસ્ટ પર વાહનોની લાંબી કતારો લાગી
દિવાળી વેકેશનને પગલે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ તરફ રવાના, ગુજરાત-રાજસ્થાન સરહદ છાપરી ચેકપોસ્ટ પર વાહનોની લાંબી કતારો લાગી હતી.
ADVERTISEMENT
હોટેલો, રિસોર્ટ્સ અને ધર્મશાળાઓ ફૂલ
ADVERTISEMENT
પ્રવાસીઓની ભારે ભીડને કારણે મોટાભાગની હોટેલો, રિસોર્ટ્સ અને ધર્મશાળાઓ એડવાન્સમાં જ બુક થઈ ગઈ છે. ખી લેક, સનસેટ પોઈન્ટ અને ગુરુ શિખર જેવા પ્રખ્યાત પર્યટન સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી છે, જેનાથી સ્થાનિક વેપારીઓમાં ખુશીનો માહોલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.