ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / પહેલા 'રામાયણ'ને ઓસ્કાર અપાવવાની કરી હતી વાત, હવે ફિલ્મ જોઈ ભડક્યા 'મહાભારત'ના કૃષ્ણ! બોલ્યા કંઈક એવું કે...
6 ફોટો ગેલેરી
Last Updated: 09:09 PM, 10 November 2026
1/6
બધા રણબીર કપૂર-યશ અભિનીત રામાયણ જોવા જઈ રહ્યા છે. બીઆર ચોપરાની ટીવી સિરિયલ મહાભારતમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનાર અભિનેતા નીતિશ ભારદ્વાજે પણ તે જોઈ, પરંતુ તેમને તે બિલકુલ પસંદ આવી નથી. તેમની પાસે આ વિશે કહેવા માટે કંઈ સારું પણ નથી. તેમણે રામાયણને જે રીતે રજૂ કરવામાં આવી તેનાથી નારાજગી વ્યક્ત કરી.
2/6
નીતિશ ભારદ્વાજે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી, જેમાં રામાયણ જોયા પછી પોતાની પ્રતિક્રિયાઓ વર્ણવી. તેમનું કહેવું છે કે આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સિનેમાનું રિપ્રેજેંટ કરવા યોગ્ય નથી. તેમણે નિર્માતાઓ પર ભારતના ઇતિહાસ, વારસો અને આધ્યાત્મિક મૂલ્યોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લગાવ્યો.
ADVERTISEMENT
3/6
નીતિશે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ભાર મૂક્યો કે રામાયણ માત્ર એક કહાની નથી, પરંતુ ભારતની સભ્યતા અને આધ્યાત્મિક ચેતનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે ફિલ્મમાં રાવણના કિરદારને જોઇ નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું માનવું છે કે ફિલ્મમાં રાવણને જે રીતે દેખાડાયો છે તેનાથી રામાયણના મુખ્ય મુલ્ય સીખ અને નૈતિક મૂલ્યોમાં બદલાવ આવી જાય છે.
4/6
ADVERTISEMENT
5/6
અભિનેતાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે ટ્રેલર જોયા પછી તેમણે ફિલ્મને જે પ્રશંસા આપી હતી તે ફિલ્મ જોયા પછી જોઇએ તેવી નથી. નિરાશા વ્યક્ત કરતા તેમણે લખ્યું હતું કે, "હું આ ફિલ્મ વિશે એક પણ સારી વાત કહી શકતો નથી. ફક્ત અદભુત VFX દર્શાવવાથી આ મહાકાવ્યના મૂલ્યો, દાર્શનિક ઊંડાણ અને આધ્યાત્મિક સારને બદલી શકાય નહીં."
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ