ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જમ્મુ-કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ખીણમાં ખાબક્યો, અમદાવાદ-સુરતના 8 પ્રવાસીઓ સહિત 18 ઈજાગ્રસ્ત!
Last Updated: 08:12 AM, 11 November 2026
ADVERTISEMENT
કાશ્મીરની સુંદર વાદીઓમાં ફરવા નીકળેલા પ્રવાસીઓની મુસાફરી અચાનક ભયાનક અકસ્માતમાં ફેરવાઈ ગઈ હતી. રસ્તા પર આગળ વધી રહેલી પ્રવાસીઓથી ભરેલી ટેમ્પો ટ્રાવેલર અચાનક ચાલકના કાબૂ બહાર જતાં સીધી અંદાજે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ગુજરાતના અમદાવાદ અને સુરતના પ્રવાસીઓ સહિત કુલ 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે 6 ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં કંગન વિસ્તારના ગુંડ સુંબલ પાવર હાઉસ પાસે મંગળવારે બની હતી.
ADVERTISEMENT

મળતી માહિતી પ્રમાણે, ટેમ્પો ટ્રાવેલર પ્રખ્યાત પ્રવાસન સ્થળ સોનમર્ગથી શ્રીનગર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અચાનક વાહન રસ્તા પરથી નીચે ઉતરી ગયું હતું અને અંદાજે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હતું. અકસ્માત થતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો અને પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાહનમાં સવાર તમામ લોકોને ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક તબીબી સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અકસ્માાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોનમર્ગ, ગુંડ અને ગનીવનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs) સહિત આસપાસની અનેક તબીબી સુવિધાઓમાંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન તમામ ઈજાગ્રસ્તોને પહેલાં ગુંડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં તબીબોએ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, કેટલાક લોકોની ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવારની જરૂર પડી હતી. આથી તબીબોએ તમામ 18 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે શ્રીનગરના સૌરા વિસ્તારમાં આવેલી શેર-એ-કશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) હોસ્પિટલમાં રિફર કર્યા હતા. અહેવાલ પ્રમાણે, આ 18 લોકોમાંથી 6ની હાલત ગંભીર છે.
ADVERTISEMENT
સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) કંગન રાજેશ રૈનાએ કાશ્મીર ન્યૂઝ ટ્રસ્ટ સાથે વાત કરતાં અકસ્માતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત કુલ 18 લોકોને ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને પહેલાં ગુંડ PHC ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે SKIMS શ્રીનગર મોકલવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 6 ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તો અંગેની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અકસ્માાતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ અને પંજાબના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ડ્રાઇવર સહિત 12 લોકોની પ્રાથમિક ઓળખ કરવામાં આવી છે. જેમાં અમદાવાદનાં શારદા બેન (58 વર્ષ) અને રમેશ ભાઈ (59 વર્ષ), સુરતનાં દાયશા (42 વર્ષ), અમદાવાદનાં શોભા બેન (50 વર્ષ) અને રાજેશ કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ સહિતના વિસ્તારોના સ્વર્ણદ્યુતિ ઘોષ (24 વર્ષ), માલા ઘોષ (48 વર્ષ) અને સુરજીત ઘોષ (61 વર્ષ) પણ ઈજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT
ગુજરાતના મુકેશ ભાઈ, કલા બેન અને રોહન ભાઈનાં નામ પણ ઈજાગ્રસ્તોની યાદીમાં સામેલ છે. જ્યારે પંજાબના ગુરદાસપુરના રહેવાસી જગદીશની ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવર તરીકે ઓળખ કરવામાં આવી છે. આમ, આ અકસ્માતમાં ગુજરાતના પ્રવાસીઓ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને પંજાબના લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT
STORY | Eight from Gujarat, West Bengal injured as vehicle plunges into gorge in J-K's Ganderbal Eight tourists from Gujarat and West Bengal were injured in a road accident in Ganderbal district of Jammu and Kashmir on Tuesday, officials said here. A tempo traveller carrying tourists plunged into a gorge at Gund in the Kangan area of the district, resulting in injuries to eight people, including the driver. READ: https://t.co/gxeKtHMcXK VIDEO | (Source: Third Party)
— Press Trust of India (@PTI_News) November 10, 2026
પ્રાથમિક રીતે સામે આવેલી ઈજાગ્રસ્તોની યાદી પ્રમાણે, અમદાવાદનાં શારદા બેન, રમેશ ભાઈ, સુરતનાં દાયશા, અમદાવાદનાં શોભા બેન અને રાજેશ કુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે પશ્ચિમ બંગાળનાં સ્વર્ણદ્યુતિ ઘોષને થાપાના ભાગે ઈજા થઈ છે. સુરજીત ઘોષને છાતીના ડાબા ભાગમાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અન્ય ઈજાગ્રસ્તોની સ્થિતિ અને તેમની ઈજાઓ અંગેની વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
હાલમાં આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને તપાસ ચાલી રહી છે. જોકે, પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગ એટલે કે વધુ ઝડપે વાહન ચલાવવાને કારણે ડ્રાઇવરે ટેમ્પો ટ્રાવેલર પરનો કાબૂ ગુમાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાહન રસ્તા પરથી નીચે ઉતરીને 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હોવાના કારણે અનેક પ્રવાસીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં તમામ 18 ઈજાગ્રસ્તોની શ્રીનગરની SKIMS હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.