ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / દિવાળીના દિવસે વડોદરામાં બે જૂથો વચ્ચે ધીંગાણું, લાકડી-દંડા લઈને તૂટી પડ્યાં, ઘણા ઘાયલ
Last Updated: 11:30 PM, 10 November 2026
ADVERTISEMENT
વડોદરાના ડભોઇના વડજ ગામમાં બે જૂથો વચ્ચે સર્જાયું ધીંગાણું થયું હતું. અંગત અદાવત રાખી બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જૂથ અથડામણમાં 2 થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત થયા હતા. લાકડી અને દંડા સાથે બંને જૂથો સામસામે ઘસી આવ્યા હતા. શિનોર ડભોઇ અને ચાંદોદ પોલીસ ના કાફલો વડજ પહોંચ્યો હતો.
ADVERTISEMENT
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામે પૈસાની લેતી-દેતીના મુદ્દે બે જૂથો વચ્ચે થયેલી અથડામણના કેસમાં લીમખેડા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. બંને જૂથો વચ્ચે થયેલા પથ્થરમારા અને લાકડીઓ વડે મારામારીમાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવને પગલે ગામમાં અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો. દિવાળીની મોડી રાતે પૈસાની લેતી-દેતીના મુદ્દે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલી ઉગ્ર બનતાં બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા. ત્યારબાદ બંને જૂથો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો અને લાકડીઓ વડે મારામારી થતાં મામલો વધુ બિચક્યો હતો. લીમખેડા પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
સજેલીમાં કંરબા ગામે બે પક્ષો વચ્ચે ધીગાણું થયું હતું. ત્રણ માસ પહેલા થયેલા અકસ્માતમાં પગલે બબાલ થઈ હતી. આ ઘટનાની જાણકારી મળતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને 35થી વધુ લોકોની અટકાયત કરી હતી.
ADVERTISEMENT
10 જુલાઈ, 2026ના રોજ એક ગંભીર અકસ્માતમાં ઈશ્વર કીડીયાના પુત્રનું મોત થયું હતું. આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનો અને શૈલેષ ચારેલના પરિવાર વચ્ચે અદાવત ચાલી રહી હતી. આ જૂના વિવાદનું સમાધાન નહીં આવતાં ફરીથી બંને પક્ષો વચ્ચે તણાવ ઊભો થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
અગાઉના અકસ્માતના કેસમાં સમાધાન થયું નથી ત્યાં સુધી પોલીસ અહીં ન આવે તેવી વાત કરી ટોળાએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ 112ની સરકારી ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.