ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ચાલુ બસમાંથી નીચે પટકાયું બાળક, બસચાલકની સમયસૂચકતાથી આબાદ બચાવ, CCTV વીડિયો વાયરલ!
Last Updated: 01:46 PM, 11 November 2026
ADVERTISEMENT
સુરત: સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચાલુ બસમાંથી એક બાળક નીચે પટકાતાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, બસ ચાલુ હતી તે દરમિયાન બાળક અચાનક આગળની તરફ આવી ગયું હતું અને ત્યારબાદ બસમાંથી નીચે પટકાયું હતું. આ ઘટનાને પગલે બાળકનો જીવ જોખમમાં મુકાયો હતો.
સુરતમાં ચાલુ બસમાંથી નીચે પટકાયું નાનું બાળક, બસચાલકની સમયસૂચકતાથી ટળી મોટી દુર્ઘટના; ચોંકાવનારા CCTV વાયરલ સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાલુ બસમાં નાનું બાળક આગળ આવી જતાં અચાનક નીચે પટકાયું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સદનસીબે બસચાલકની સમયસૂચકતા અને સતર્કતાને કારણે બાળકનો આબાદ બચાવ થયો હતો. બાળક નીચે પટકાતાં જ ડ્રાઈવરે બસ રોકી દીધી હતી અને તાત્કાલિક બાળકને ઊંચકી સુરક્ષિત કર્યું હતું. આ ઘટનાએ બાળકો સાથે મુસાફરી કરતી વખતે માતા-પિતાએ રાખવાની સાવચેતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. #Surat #ViralCCTV #BusIncident #ChildSafety #CCTVFootage #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 11, 2026
ADVERTISEMENT
જોકે, બસચાલકની સમયસૂચકતા અને ત્વરિત નિર્ણયને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને બાળકનો આબાદ બચાવ થયો હતો. બસચાલકની સતર્કતાને કારણે બાળકનો જીવ બચી ગયો હતો.
આ પણ વાંચોઃ ગણેશ ચતુર્થીથી દિવાળી સુધી સુરતમાં 1,143 કરોડનાં વાહનોનું વેચાણ, 42,337 નવા વાહનો નોંધાતાં ઐતિહાસિક રેકોર્ડ
ADVERTISEMENT
ઘટનાના વાયરલ થયેલા CCTV ફૂટેજ જોઈને લોકો પણ ચોંકી ઊઠ્યા છે. બાળકની સુરક્ષાને લઈને માતા-પિતાની જવાબદારી અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.