ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / નોર્વેની મહિલા પત્રકારના ભારતના વિઝા રદ! હૈદરાબાદની ફ્લાઇટના થોડા કલાકો પહેલાં જ લેવાયો નિર્ણય

વિશ્વ / નોર્વેની મહિલા પત્રકારના ભારતના વિઝા રદ! હૈદરાબાદની ફ્લાઇટના થોડા કલાકો પહેલાં જ લેવાયો નિર્ણય

Published By: Priykant Shrimali

Last Updated: 11:22 AM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Norwegian Journalist Visa Cancelled : હૈદરાબાદમાં યોજાનારી 'ભારત સમિટ'માં ભાગ લેવા માટે ભારત આવવાની તૈયારી કરી રહેલા હેલે લિંગના વિઝા ફ્લાઇટના થોડા કલાકો પહેલાં જ રદ કરી દેવામાં આવ્યા

ADVERTISEMENT

Norwegian Journalist Visa Cancelled : નોર્વેની પત્રકાર હેલે લિંગનો ભારત પ્રવાસ છેલ્લી ઘડીએ રદ થયો છે. હૈદરાબાદમાં યોજાનારી 'ભારત સમિટ'માં ભાગ લેવા માટે ભારત આવવાની તૈયારી કરી રહેલા હેલે લિંગના વિઝા ફ્લાઇટના થોડા કલાકો પહેલાં જ રદ કરી દેવામાં આવ્યા હતા. ઓસ્લોથી હૈદરાબાદ આવવા માટે તેઓ રવાના થવાના હતા, પરંતુ હેલે લિંગ એરપોર્ટ પહોંચે તે પહેલા જ ભારતીય દૂતાવાસમાંથી ફોન આવ્યો હતો. ફોન પર તેમને જાણ કરવામાં આવી હતી કે, તેમના ભારતીય વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેઓ હવે ભારત પ્રવાસ કરી શકશે નહીં.

ભારત સમિટમાં લેવાના હતા ભાગ

તેલંગાણા સરકાર દ્વારા 12થી 14 નવેમ્બર દરમિયાન 'ભારત સમિટ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નોર્વેજિયન પત્રકાર હેલે લિંગને 'ધ ફ્યુચર ઑફ મીડિયા' વિષય પર યોજાનારા પેનલ ડિસ્કશનમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે તેમને સિંગલ એન્ટ્રી વિઝા પણ આપવામાં આવ્યો હતો, જે સમિટના સમયગાળા પૂરતો માન્ય હતો. જોકે, ભારત આવવાના થોડા કલાકો પહેલાં જ ભારતીય દૂતાવાસે ફોન કરીને વિઝા રદ થયાની જાણ કરી હતી. એટલું જ નહીં, વિઝા રદ કરવાની ઔપચારિક પ્રક્રિયા માટે તેમને દૂતાવાસમાં રૂબરૂ હાજર રહેવા પણ જણાવાયું હતું.

વિઝા રદ થવા પાછળનું કારણ શું?

હેલે લિંગના જણાવ્યા અનુસાર, ભારત સમિટમાં ભાગ લેવા માટે તેમને વિદેશ મંત્રાલય તરફથી રાજકીય મંજૂરી મળી હતી. જોકે આ મંજૂરીની શરતોમાં ગૃહ મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગોની મંજૂરીનો પણ ઉલ્લેખ હતો. તેમ છતાં છેલ્લી ઘડીએ તેમનો વિઝા રદ કરવામાં આવતા તેમણે આશ્ચર્ય અને નિરાશા વ્યક્ત કરી છે. મીડિયા અહેવાલો અનુસાર તેમણે જણાવ્યું હતું કે, રાજકીય મંજૂરી અને વિઝા મળ્યા હોવા છતાં છેલ્લી ઘડીએ પ્રવાસ અટકાવી દેવામાં આવ્યો તે સમજની બહાર છે. આ મામલે વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય પાસેથી વિઝા રદ કરવાનું કારણ પૂછવામાં આવ્યું છે. જોકે, અહેવાલ લખાય ત્યાં સુધી બંને મંત્રાલયો તરફથી સત્તાવાર જવાબ મળ્યો નહોતો.

આ પણ વાંચો : વિઝા અરજી માટે ભારત સરકારના નવા નિયમો, વિદેશી નાગરિકોને મળશે નવી સુવિધા!

મે મહિનામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછ્યો હતો સવાલ

નોંધનીય છે કે, મે 2026માં નોર્વેના ઓસ્લોમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન હેલે લિંગે વડાપ્રધાન મોદીને પ્રશ્ન પૂછ્યો, ત્યારથી ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની ચર્ચા થઈ હતી.હેલે લિંગે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની આ તેમની પ્રથમ મુલાકાત થવાની હતી, પરંતુ હવે તેઓ પ્રવાસ કરી શકશે નહીં. આ ઘટનાને પગલે આંતરરાષ્ટ્રીય પત્રકારત્વ અને વિદેશી પત્રકારોના ભારત પ્રવાસને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Helle Lyng Indian Visa Cancelled Norwegian Journalist

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ