ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સરકારી યોજનામાં દર મહિને ₹9,000ની કમાણી, રોકાણ કરેલી રકમ પણ મળશે પરત

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / સરકારી યોજનામાં દર મહિને ₹9,000ની કમાણી, રોકાણ કરેલી રકમ પણ મળશે પરત

Last Updated: 10:20 AM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પૈસા સુરક્ષિત રાખવાની સાથે દર મહિને એક ચોક્કસ આવક મેળવવી હોય તો પોસ્ટ ઓફિસની MIS યોજના તમારા માટે ઉપયોગી ઓપ્શન બની શકે છે. ચાલો જાણીએ કે દર મહિને 9250 સુધીનું વ્યાજ કેવી રીતે મેળવી શકાય તેના વિષે.

1/5

photoStories-logo

1. મન્થલી ઇન્કમ સ્કીમ

જો તમે તમારા પૈસાનું રોકાણ એવી જગ્યાએ કરવા માંગતા હોવ જ્યાં બજારના ઉતાર-ચઢાવની સીધી અસર ન પડે અને દર મહિને નક્કી આવક મળતી રહે, તો પોસ્ટ ઓફિસની મન્થલી ઇન્કમ સ્કીમ એક વિકલ્પ બની શકે છે. આ સરકારી બચત યોજનામાં એકસાથે રકમ જમા કરાવીને દર મહિને વ્યાજ મેળવી શકાય છે. ખાસ વાત એ છે કે 5 વર્ષની મુદત પૂરી થયા બાદ જમા કરેલી મૂળ રકમ પણ પરત મળે છે. હાલ આ યોજનામાં 7.4 ટકા વાર્ષિક વ્યાજદરના આધારે સંયુક્ત ખાતામાં મેક્સીમમ 15 લાખનું રોકાણ કરીને દર મહિને 9250 સુધીની આવક મેળવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સુરક્ષિત સરકારી સ્કીમ

પોસ્ટ ઓફિસની મન્થલી ઇન્કમ સ્કીમ એક સરળ અને સુરક્ષિત સરકારી સ્કીમ છે જેમાં નાનું રોકાણ કરીને નિયમિત આવક મેળવી શકાય છે. હાલમાં આ યોજનામાં 7.4 % વાર્ષિક વ્યાજ મળે છે, જે પાંચ વર્ષ સુધી ચાલુ રહે છે. ઓછામાં ઓછું 1000 રૂપિયાથી શરૂઆત કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 9000ની આવક કેવી રીતે કરવી?

સિંગલ એકાઉન્ટમાં મેક્સીમમ 9 લાખ રૂપિયા જમા કરી શકાય છે, જ્યારે જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ સુધીનું રોકાણ શક્ય છે. જો 15 લાખ રૂપિયા જમા કરો તો વર્ષે આશરે 1,11,000 રૂપિયાનું વ્યાજ મળે છે એટલે કે મહિને લગભગ 9250 રૂપિયાની આવક થાય છે. પાંચ વર્ષમાં કુલ વ્યાજથી આશરે 5.55 લાખ રૂપિયા કમાઈ શકાય છે અને મેચ્યોરિટી પર મૂળ રકમ પણ પાછી મળી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એકાઉન્ટ પાંચ વર્ષનું

આ એકાઉન્ટ પાંચ વર્ષનું છે. ત્રણ વર્ષ પહેલાં બંધ કરવા પર કપાત થાય છે. જેમાં એક વર્ષમાં 2% અને ત્રણ વર્ષમાં 1% થાય છે. ત્રણ વર્ષ પછી જ પ્રીમેચ્યોર ક્લોઝર કરી શકાય છે. આ યોજનામાં ટેક્સ બેનીફીટનો લાભ મળતો નથી. જેમાં મળેલું વ્યાજ તમારી આવકમાં ઉમેરાય છે અને સ્લેબ મુજબ ટેક્સ લાગુ પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. વિચારવા જેવી સ્કીમ

પોસ્ટ ઓફિસ MISની સામાન્ય મુદત પાંચ વર્ષની છે. જોકે જરૂરિયાત ઊભી થાય તો એક વર્ષ પૂર્ણ થયા બાદ ખાતું સમય પહેલાં બંધ કરાવી શકાય છે. જે લોકોને શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડના જોખમથી દૂર રહીને નિયમિત આવક મેળવવી હોય તેમના માટે આ યોજના વિચારવા જેવી છે. ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ, સીનીયર સીટીજન્સ અને દર મહિને નક્કી રકમની જરૂરિયાત ધરાવતા પરિવારો માટે તે ઉપયોગી બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Post Office Scheme MIS Interest Rate Monthly Income Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ