ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે બેંક ખાતા વગર પણ NEFTથી મોકલી શકાશે રૂપિયા, એક વખતમાં ₹50 હજાર સુધી ટ્રાન્સફરની સુવિધા!

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / હવે બેંક ખાતા વગર પણ NEFTથી મોકલી શકાશે રૂપિયા, એક વખતમાં ₹50 હજાર સુધી ટ્રાન્સફરની સુવિધા!

Last Updated: 09:52 AM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (DMT) માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે, જે અંતર્ગત બેંક ખાતું ન હોય તો પણ NEFT દ્વારા 50,000 રુપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકાશે. કેશ પે-આઉટ સેવાઓ માટે, પ્રતિ વ્યવહાર 10,000 રુપિયા અને માસિક 25,000 રુપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે; આ ઉપરાંત, KYC નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

1/5

photoStories-logo

1. નવી ગાઇડલાઇન જાહેર

બુધવારે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (DMT) માટેના નિયમોને એકીકૃત કરતી નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ અંતર્ગત, કોઈપણ વ્યક્તિ જેની પાસે બેંક ખાતું ન હોય તો પણ બેંક શાખામાં જઈને NEFT દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં 50,000 રુપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લાભાર્થી માટે માસિક મર્યાદા

કેન્દ્રીય બેંકે પુનરોચ્ચાર કર્યો છે કે બેંક શાખાની મુલાકાત લેનાર કોઈપણ ગ્રાહક NEFT દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં 50,000 રુપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકે છે. બીજી તરફ, 'કેશ પે-આઉટ' સેવા હેઠળ, પ્રતિ વ્યવહાર મહત્તમ 10,000 રુપિયા મોકલી શકાય છે, જેમાં પ્રતિ લાભાર્થી માટે માસિક મર્યાદા 25,000 રુપિયા નક્કી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. જો કોઇ બેંક એકાઉન્ટ ના હોય તો

બેંકોને એવી સેવાઓ પ્રદાન કરવાની પરવાનગી છે જેના દ્વારા ગ્રાહકો તેમના ખાતામાંથી નાણાં મોકલી શકે છે, જેથી જે વ્યક્તિઓ પાસે બેંક ખાતું નથી તેઓ રોકડ રકમ મેળવી શકે. આ રોકડ રકમ તેમને એટીએમ (ATM) દ્વારા અથવા 'બિઝનેસ કોરસપોન્ડન્ટ' (વ્યાપાર પ્રતિનિધિ) તરીકે નિયુક્ત કરાયેલા એજન્ટ દ્વારા આપી શકાય છે. 'કેશ પે-આઉટ' સુવિધા દ્વારા, બેંકો ગ્રાહકોના ખાતામાંથી એવી વ્યક્તિઓને નાણાં ટ્રાન્સફર કરી શકે છે જેમનું પોતાનું કોઈ બેંક ખાતું નથી. આવી વ્યક્તિઓ એટીએમ (ATM), બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ (BCs) અથવા અન્ય અધિકૃત ચૂકવણી માધ્યમો દ્વારા આ રકમ ઉપાડી શકે છે. આમાં પ્રતિ વ્યવહાર 10 હજારની મર્યાદા છે, અને દરેક લાભાર્થી માટે માસિક 25 હજારની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રેમિટિંગ બેંકો અને બિઝનેસ કોરેસ્પોંડેન્ટ શું કરવું પડશે?

આ સૂચનાઓ અનુસાર, રેમિટિંગ બેંકો અને બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ એ રોકડ જમા કરવાની સેવાઓ માટે ગ્રાહકોનું રજીસ્ટ્રેશન, RBIની 'નો યોર કસ્ટમર' (KYC) નિર્દેશો, 2025 મુજબ કરવાનું રહેશે. આ પ્રક્રિયા માટે ચકાસાયેલ મોબાઈલ નંબર અને સ્વ-પ્રમાણિત 'ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ' જરૂરી રહેશે. વધુમાં, દરેક ટ્રાન્જેક્શનનું 'એડિશન ફેક્ટર ઓફ ઓથેંટિકેશન' દ્વારા ચકાસણી થવી જરુરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સુરક્ષાના પગલાં

બેંકો અને બેંક સિવાયના પેમેન્ટ ઓપરેટરોએ સુરક્ષાના પગલાં અમલમાં મૂકવા જરૂરી છે. આમાં 'વેલોસિટી ચેક્સ' (લેણ-દેણની ગતિ અને આવર્તન પર દેખરેખ રાખવી) અને આ માધ્યમો દ્વારા ખાતામાં જમા થતી રકમ અંગે ગ્રાહકોને એલર્ટ (સૂચનાઓ) મોકલવાનો સમાવેશ થાય છે. કોઈ ખાતામાં અથવા ખાતાઓના સમૂહમાં જમા થતી રકમના પ્રમાણમાં કોઈ અસામાન્ય વધારો જણાય, તો તેની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને શંકાસ્પદ લેણ-દેણની જાણ સંબંધિત અધિકારીઓને કરવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

cash limit update neft cash deposit rbi new money transfer rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ