ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે 8મું પગાર પંચ? કર્મચારીઓને એરિયર્સ મળશે કે નહીં?

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે 8મું પગાર પંચ? કર્મચારીઓને એરિયર્સ મળશે કે નહીં?

Last Updated: 09:56 AM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8મા પગાર પંચને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ચાલો જાણીએ 2027માં ક્યારે આવી શકે છે નવી સેલરી, 1 જાન્યુઆરી 2026થી એરિયર્સ મળવાની કેટલી શક્યતા છે.

1/6

photoStories-logo

1. 8મુ પગાર પંચ

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સમાં આ દિવસોમાં એક મોટો સવાલ ઘૂમી રહ્યો છે કે શું 8મા પગાર પંચની ભલામણો આવ્યા પછી 2027માં પગાર અને પેન્શન વધી જશે? હજુ સુધી તેનો સીધો જવાબ નથી. 8મા પગાર પંચને તેની ભલામણો 3 મે 2027 સુધી સોંપવાની સમયમર્યાદા આપવામાં આવી છે. પણ રિપોર્ટ આવ્યા પછી તરત જ પગાર વધી જશે તેવી કોઈ ગેરંટી નથી. સરકારે ભલામણો પર વિચાર કરીને મંજૂરી આપવી પડશે અને પછી જ અમલીકરણના આદેશો જાહેર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ક્યારે થઇ રચના?

નાણા મંત્રાલયે 3 નવેમ્બર 2025ના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરી હતી. તેને રચના તારીખથી 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, એટલે રિપોર્ટ સોંપવાની અંતિમ તારીખ 3 મે 2027 છે. પંચે 3 નવેમ્બર 2026 ના રોજ પોતાનું પહેલું વર્ષ પૂરૂ કર્યું છે. હવે લગભગ 6 મહિના બાકી છે પણ રિપોર્ટ બરાબર તે જ દિવસે આવે તેવું જરૂરી નથી, તે મેક્સીમમ સમયમર્યાદા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. રિપોર્ટ આવ્યા પછી તરત જ વધશે પગાર?

આ બાબત કર્મચારીઓએ ખાસ સમજવા જેવી છે. પગાર પંચનો રિપોર્ટ તૈયાર થવો અને નવી સેલરી મળવાની શરૂઆત થવી એ બંને અલગ પ્રક્રિયાઓ છે. સૌપ્રથમ પગાર પંચ કર્મચારીઓના હાલના પગારધોરણ, ભથ્થાં, પેન્શન અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરીને પોતાની ભલામણો સરકારને આપશે. ત્યારબાદ સરકાર આ સૂચનોની તપાસ કરશે અને કઈ ભલામણો સ્વીકારવી તે અંગે અંતિમ નિર્ણય લેશે. સરકારની મંજૂરી મળ્યા બાદ નવી પગાર વ્યવસ્થા લાગુ કરવા માટે જરૂરી આદેશો જાહેર કરવામાં આવશે. એટલે રિપોર્ટ આવ્યા પછી પણ કર્મચારીઓએ વધેલો પગાર મેળવવા માટે થોડો સમય રાહ જોવી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 1 જાન્યુઆરી, 2026ની તારીખ કેમ છે મહત્ત્વની?

8મા પગાર પંચને લઈને 1 જાન્યુઆરી 2026ની તારીખ ખાસ ચર્ચામાં છે. અગાઉના પગાર પંચોની સામાન્ય 10 વર્ષની સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને આ તારીખથી નવી ભલામણોની અસર ગણવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ અહીં એક મહત્ત્વનો તફાવત સમજવો જરૂરી છે. નવી સેલરી કઈ તારીખથી લાગુ ગણાશે અને કર્મચારીઓના ખાતામાં વધેલો પગાર ક્યારથી જમા થશે તે બંને એક જ બાબત નથી. ધારો કે સરકાર 2027માં નવી પગાર વ્યવસ્થાને મંજૂરી આપે અને તેનો લાભ 1 જાન્યુઆરી, 2026થી ગણવાનું નક્કી કરે તો વચ્ચેના સમયગાળાનું બાકી પેમેન્ટ એટલે કે એરિયર્સ મળવાની શક્યતા ઊભી થઈ શકે છે. જોકે એરિયર્સ મળશે કે નહીં કેટલી રકમ મળશે અને તેનું પેમેન્ટ કેવી રીતે થશે તે અંગે અંતિમ નિર્ણય સરકારના આદેશ બાદ જ સ્પષ્ટ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. ફિટમેન્ટ ફેક્ટરથી નક્કી થશે કેટલો વધશે પગાર

કર્મચારીઓમાં સૌથી વધુ ઉત્સુકતા એ વાતને લઈને છે કે 8મા પગાર પંચ બાદ તેમની બેઝિક સેલરી કેટલી થઈ શકે છે. આ ગણતરીમાં ફિટમેન્ટ ફેક્ટર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ફિટમેન્ટ ફેક્ટર એટલે એવો ગુણાંક, જેના આધારે હાલના બેઝિક પગારને નવી પગાર વ્યવસ્થા મુજબ ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોઈ કર્મચારીનો હાલનો બેઝિક પગાર 18,000 છે અને સમજવા માટે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર માનવામાં આવે, તો ગણતરીમાં હાલનો બેઝિક પગાર 18,000 અને ઉદાહરણ તરીકે ફિટમેન્ટ ફેક્ટર: 2.57 ગણવામાં આવે તો સંભવિત નવો બેઝિક પગાર 46,260 થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પગાર વધારો અનિશ્ચિત

પગાર કેટલો વધશે તે હજુ અનિશ્ચિત છે. તે ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે, જે હજુ નક્કી થયો નથી. પંચે કર્મચારીઓ, પેન્શનર્સ અને સંગઠનો પાસેથી સૂચનો માંગ્યા હતા, જે પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Fitment Factor 8th Pay Commission Salary Hike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ