ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / શુભમન ગિલના લગ્નની ચર્ચા તેજ, રોહિત શર્માએ મજાકમાં કર્યું મોટું એલાન!, જુઓ Video
Last Updated: 11:17 AM, 11 November 2026
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા મેદાનમાં પોતાની બેટિંગથી તો ફેંસને ખુશ કરે જ છે પરંતુ હવે ટીવી શોમાં પણ તેની મજાકિયા સ્ટાઇલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. હાલમાં તેમના શો 'ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત'નો એક વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં રોહિતે વર્તમાન વનડે કેપ્ટન શુભમન ગિલનાં લગ્નને લઈને એવી વાત કરી કે ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા.
ADVERTISEMENT
રોહિત શર્માના ટીવી શો ‘ફેમિલી ફુલ હાઉસ વિદ રોહિત’ના લેટેસ્ટ એપિસોડમાં મસ્તી ભરી વાતચીત ચાલી રહી હતી. સ્ટેન્ડઅપ કોમેડિયન આકાશ ગુપ્તા અને શાર્ક ટેન્ક જજ અનુપમ મિત્તલ સાથેની ચર્ચા વચ્ચે અચાનક શુભમન ગિલના લગ્નનો મુદ્દો ઊભો થયો. જેમાં આકાશે કહ્યું કે જ્યારે જ્યારે કોઈ કેપ્ટનના લગ્ન થાય છે, તે વર્ષે તે વર્લ્ડ કપ જીતે છે. 2002માં રિકી પોન્ટિંગના લગ્નન થયા અને 2003માં વર્લ્ડ કપ, બીજી તરફ, મહેન્દ્ર સિંહ ધોનીનાં 2010માં લગ્ન થયાં અને 2011માં ભારતીય ટીમે વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી હતી.
ADVERTISEMENT
આગામી વર્ષે વનડે વર્લ્ડ કપ હોવાથી આકાશે અનુપમને કહ્યું કે શુભમન ગિલના લગ્ન કરાવો. અનુપમે જવાબ આપ્યો કે તેમને અપ્રોચ કર્યો હતો પણ ગિલે હાલ ના પાડી દીધી. ત્યારે રોહિત શર્માએ મજાકમાં કહી દીધું કે વર્લ્ડ કપ જીતવા માટે જે કરવું પડે તે કરીશ, ગિલના લગ્નનો પણ કરાવી દઈશ. આ જવાબથી શોનું વાતાવરણ વધુ મસ્તીદાર બની ગયું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફેન્સે પણ આ વીડિયો પર ખૂબ મજાક કરી. જેમાં અમુકે લખ્યું કે રોહિતભાઈ, લગ્ન તો ગિલને કરવાની છે તમને નહીં. જેમાં બીજા લોકો હસીને લોટપોટ થઈ ગયા. જોકે આ કોઈ અસલી જાહેરાત નથી. રોહિતે માત્ર મજાકમાં કહ્યું છે કે 2007ના વર્લ્ડ કપ માટે તેઓ ગિલના લગ્ન પણ કરાવી શકે છે.
ADVERTISEMENT
રોહિતની નજર 2027ના વર્લ્ડ કપ પર
રોહિત શર્મા ભારતને 2024નો T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યો છે. હવે તેમની નજર 2027માં યોજાનારા વનડે વર્લ્ડ કપ પર છે. બીજી તરફ શુભમન ગિલ ભારતીય વનડે ટીમની કેપ્ટનશિપ કરી રહ્યો છે. એવામાં રોહિતની આ મજાકે આગામી વર્લ્ડ કપને લઈને ફેંસનો ઉત્સાહ વધુ વધારી દીધો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ