ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં, અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ, બંનેને મળશે ₹18-18 કરોડ!

સ્પોર્ટ્સ / હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સમાં, અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ, બંનેને મળશે ₹18-18 કરોડ!

Published By: Jinal Chauhan

Last Updated: 11:09 AM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2027 શરૂ થાય તે પહેલાં જ ક્રિકેટ જગતમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થયેલા મોટા ખેલાડી ટ્રેડમાં હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટીમ બદલાઈ ગઈ છે.

ADVERTISEMENT

આ ટ્રેડથી બંને ટીમોની તાકાતમાં મોટો ફેરફાર થવાનો છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાના કેપ્ટન હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સને આપ્યો છે. તેના બદલામાં ભારતના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુંબઈની ટીમમાં જોડાયા છે. બંને ખેલાડીઓ IPL 2027માં નવી ટીમની જર્સીમાં રમતા જોવા મળશે. ખાસ વાત એ છે કે બંને ખેલાડીઓની ફી ₹18 કરોડ નક્કી થઈ છે. આ ફેરફાર સાથે બંને ફ્રેન્ચાઇઝીએ આગામી સીઝન માટે પોતાની ટીમને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે.

હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ સાથેની સફર પૂરી

હાર્દિક પંડ્યા હવે IPL 2027માં મુંબઈ ઈન્ડિયન્સને બદલે પંજાબ કિંગ્સ તરફથી રમશે. આ સાથે મુંબઈની ટીમ સાથેની તેની બીજી ઇનિંગનો અંત આવ્યો છે. હાર્દિકે વર્ષ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ IPL કરિયરની શરૂઆત કરી હતી. તે મુંબઈની ટીમ સાથે 2015, 2017, 2019 અને 2020માં IPL ચેમ્પિયન બન્યો હતો.મુંબઈ સાથે સાત સીઝન રમ્યા બાદ વર્ષ 2022માં તે ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયો હતો. અહીં તેને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. હાર્દિકે પહેલી જ સીઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવીને પોતાની કેપ્ટનશિપનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ 2023માં પણ ગુજરાતની ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી.

2024માં મુંબઈમાં વાપસી, હવે પંજાબની નવી જવાબદારી

વર્ષ 2024માં હાર્દિક પંડ્યા ફરી મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફર્યો હતો. આ વખતે તેને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. જોકે, મુંબઈ સાથેની બીજી ઇનિંગમાં ટીમને ધાર્યા પ્રમાણે સફળતા મળી નહોતી. હવે IPL 2027 પહેલાં થયેલા ટ્રેડને કારણે હાર્દિક નવી ટીમ સાથે જોવા મળશે.હાર્દિક પંડ્યાના IPL રેકોર્ડની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 162 મેચ રમી છે. આ દરમિયાન 146.28ના સ્ટ્રાઇક રેટથી 2,955 રન બનાવ્યા છે. બેટિંગની સાથે બોલિંગમાં પણ તેનું યોગદાન રહ્યું છે. તેણે IPLમાં અત્યાર સુધી 82 વિકેટ ઝડપી છે. પંજાબ કિંગ્સ માટે હાર્દિકની ઓલરાઉન્ડ ક્ષમતા આગામી સીઝનમાં ઉપયોગી બની શકે છે.

અર્શદીપ સિંહ હવે મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો

બીજી તરફ, ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હવે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. અર્શદીપ વર્ષ 2019માં પંજાબ કિંગ્સ સાથે જોડાયો હતો અને આ ટીમ તરફથી જ તેણે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. આઠ સીઝન સુધી પંજાબની ટીમ સાથે રહ્યા બાદ હવે તેની નવી સફર મુંબઈથી શરૂ થશે.અર્શદીપે પોતાની સ્વિંગ બોલિંગ અને ડેથ ઓવરમાં ચોકસાઈથી બોલિંગ કરવાની ક્ષમતાથી અલગ ઓળખ બનાવી છે. તેણે પંજાબ કિંગ્સ તરફથી અત્યાર સુધી 96 મેચ રમી છે અને 111 વિકેટ ઝડપી છે. આ સાથે તે પંજાબ કિંગ્સના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ બન્યો છે.IPL 2025માં અર્શદીપે 21 વિકેટ ઝડપી હતી, જ્યારે 2026ની સીઝનમાં તેના નામે 14 વિકેટ રહી હતી. નવી બોલથી શરૂઆતમાં વિકેટ લેવાની અને છેલ્લી ઓવરોમાં રન રોકવાની તેની આવડત મુંબઈ માટે ફાયદાકારક બની શકે છે. ખાસ કરીને જસપ્રીત બુમરાહની સાથે અર્શદીપની હાજરીથી મુંબઈની ફાસ્ટ બોલિંગ વધુ મજબૂત બની શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ અંડર-19 એશિયા કપમાં સેહવાગના પુત્રે ફટકારી ધમાકેદાર દોઢી સદી, ભારત પહોંચ્યું સેમી ફાઈનલમાં

બંને ખેલાડીઓને મળશે ₹18-18 કરોડ

આ મોટા ટ્રેડમાં બંને ખેલાડીઓની ફી પણ ચર્ચાનો વિષય બની છે. હાર્દિક પંડ્યાને પંજાબ કિંગ્સ ₹18 કરોડની ફી આપશે. મુંબઈ ઈન્ડિયન્સમાં તેની અગાઉની ફી ₹16.35 કરોડ હતી. એટલે નવી ટીમમાં તેને વધારે રકમ મળશે.બીજી તરફ અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં ₹18 કરોડની ફી પર જ રમશે. એટલે ટીમ બદલાઈ હોવા છતાં તેની ફીમાં કોઈ ફેરફાર થયો નથી. આ રીતે બંને ખેલાડીઓ આગામી સીઝનમાં ₹18-18 કરોડની ફી સાથે મેદાનમાં ઉતરશે.

હાર્દિકને મુંબઈએ ભાવુક મેસેજ સાથે આપી વિદાય

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થયા બાદ ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર તેના માટે ખાસ વિદાય સંદેશ પણ શેર કર્યો છે. ટીમે લખ્યું કે, 'બ્લુ અને ગોલ્ડ જર્સીનું ગૌરવ અને જુસ્સા સાથે પ્રતિનિધિત્વ કરવા બદલ આભાર હાર્દિક. તમારી આગામી સફર માટે અમારી શુભેચ્છાઓ.'મુંબઈના આ સંદેશથી હાર્દિક સાથે ટીમના જૂના સંબંધોની ઝલક જોવા મળી હતી. હાર્દિકે મુંબઈ માટે ચાર વખત IPL ટ્રોફી જીતવામાં યોગદાન આપ્યું હતું.

પંજાબ કિંગ્સે પણ અર્શદીપને યાદ કરીને આપી વિદાય

અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાતા પંજાબ કિંગ્સે પણ તેના માટે ભાવુક સંદેશ શેર કર્યો છે. ટીમે લખ્યું કે, 'એક યુવા ખેલાડીથી લઈને પંજાબને ગૌરવ અપાવનારા નામ સુધીની તમારી સફર યાદગાર રહી. અર્શ પા, આ ઘર હંમેશા તમારું રહેશે.'અર્શદીપે પંજાબ કિંગ્સ માટે આઠ સીઝન દરમિયાન સતત સારું પ્રદર્શન કર્યું છે. 111 વિકેટ સાથે તે ટીમનો સૌથી સફળ બોલર રહ્યો છે. હવે તે મુંબઈની જર્સીમાં નવી જવાબદારી નિભાવશે.

આમ, IPL 2027 પહેલાં થયેલા આ મોટા ટ્રેડથી મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ બંનેની ટીમમાં મોટો ફેરફાર થયો છે. એક તરફ પંજાબને અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મળ્યો છે, તો બીજી તરફ મુંબઈને અર્શદીપ સિંહના રૂપમાં મજબૂત ફાસ્ટ બોલર મળ્યો છે. હવે જોવાનું રહેશે કે નવી ટીમ સાથે બંને ખેલાડીઓ આગામી સીઝનમાં કેવું પ્રદર્શન કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya IPL 2027 Hardik Pandya Trade

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ