ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રામાપીરની બીજ ભરવા જતા પદયાત્રીઓને મીની ટ્રકે અડફેટે લીધા, દેસાઇ પરિવારના બે યુવકના મો*ત, ચાર ઘાયલ!

Accident / રામાપીરની બીજ ભરવા જતા પદયાત્રીઓને મીની ટ્રકે અડફેટે લીધા, દેસાઇ પરિવારના બે યુવકના મો*ત, ચાર ઘાયલ!

Published By: Nirav Kumar

Last Updated: 11:25 AM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના સરસ્વતી તાલુકાના જંગરાલ નજીક રામાપીરની બીજ ભરવા પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓને મીની ટ્રકે અડફેટે લેતાં બે પદયાત્રીઓનાં મોત નીપજ્યાં હતાં. જેમાં અકસ્મતમાં બીજા ચાર લોકો ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા.

ADVERTISEMENT

પાટણ જિલ્લામાં મોડી રાત્રે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સરસ્વતી તાલુકાના જંગરાલ નજીક રામાપીરની બીજ ભરવા માટે પદયાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓને એક મીની ટ્રકે અડફેટે લેતાં 2 લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે બીજા ચાર પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, રામાપીરની બીજ નિમિત્તે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને દર્શન માટે જઈ રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રે સરસ્વતી તાલુકાના જંગરાલ નજીક પૂરઝડપે આવી રહેલી મીની ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બે પદયાત્રીઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. જ્યારે બીજા ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ દુર્ઘટનામાં મૃતક તરીકે દેસાઈ તુષાર અને દેસાઈ વિરમભાઈની ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે. બંનેના ઘટનાસ્થળે જ મોત થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ખાસ કરીને એક જ પરિવારના બે સભ્યોનાં મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

વધુ વાંચો :દિયર સાથે અનૈતિક સંબધની જાણ થતાં પત્નિએ પતિને જ પતાવી દીધો, અંતે બંને ઝડપાયા

બીજી તરફ અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર પદયાત્રીઓને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીંયા મીની ટ્રકની અડફેટે પદયાત્રીઓ આવી જતાં યાત્રામાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jangral Road Accident Hit and Run Patan Road

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ