ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / દિયર સાથે અનૈતિક સંબધની જાણ થતાં પત્નિએ પતિને જ પતાવી દીધો, અંતે બંને ઝડપાયા
Last Updated: 10:53 AM, 12 November 2026
ADVERTISEMENT
આજના સમયમાં સંબંધો પર સવાલ ઊભા કરે તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. કોના પર વિશ્વાસ કરવો અને કોને પોતાના માનવા તે પણ એક મોટો સવાલ બની ગયો છે. જેની સાથે જીવનભર સાથ આપવાના વચન લીધા હોય, તે જ વ્યક્તિ દગો આપે ત્યારે વિશ્વાસ તૂટી જાય છે. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતના લસકાણામાં સામે આવી છે, જ્યાં પત્નીએ પોતાના જ દિયર સાથે મળીને પતિની હત્યા કરી નાખી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં હત્યા પાછળ પત્ની અને દિયર વચ્ચેના અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે મૃતકની પત્ની રીનાદેવી અને દિયર શિવા નિષાદની ધરપકડ કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુરતના લસકાણા વિસ્તારમાં અમરબાબુ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં લસકાણા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા હત્યા પાછળનું કારણ અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન મૃતકની પત્ની અને તેના દિયરની સંડોવણી સામે આવતાં પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસે મૃતકની પત્ની રીનાદેવી અને દિયર શિવા નિષાદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, પકડાયેલ રીનાદેવી અને તેના દિયર શિવા નિષાદ વચ્ચે અનૈતિક સંબંધો હતા. આ સંબંધોની જાણ મૃતક અમરબાબુને થઈ ગઈ હતી. પતિને પોતાની પત્ની અને દિયર વચ્ચેના સંબંધોની જાણ થતાં જ ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા. આ બાબતને લઈને રીનાદેવી અને અમરબાબુ વચ્ચે રોજેરોજ તકરાર થતી હતી. બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી ઘરમાં તણાવભર્યું વાતાવરણ રહેતું હતું.
ADVERTISEMENT
અમરબાબુને પોતાના અનૈતિક સંબંધોની જાણ થઈ ગઈ હોવાથી રીનાદેવી અને શિવા નિષાદ વચ્ચે મુશ્કેલી ઊભી થઈ હતી. આ જ બાબતને લઈને અમરબાબુ અને રીનાદેવી વચ્ચે રોજ ઝઘડા થતા હતા. પોલીસ તપાસ મુજબ, આ ઝઘડાની અદાવતમાં બંને આરોપીઓએ અમરબાબુની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. થોડા દિવસો પહેલાં બંનેએ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું અને અમરબાબુની હત્યા કરી નાખી હતી. આમ, અનૈતિક સંબંધોની જાણ થયા બાદ શરૂ થયેલા ઝઘડાનો અંત યુવકની હત્યા સાથે આવ્યો હોવાની વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે લસકાણા પોલીસે કાર્યવાહી કરીને મૃતકની પત્ની રીનાદેવી અને તેના દિયર શિવા નિષાદને ઝડપી પાડ્યા છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરીને હત્યા અંગેની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. સુરતના આ બનાવે ફરી એકવાર સંબંધોમાં વિશ્વાસ અને પારિવારિક સંબંધોની મર્યાદા પર સવાલ ઊભા કર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.