ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / તાપી નદી પર 400 મીટર લાંબો મેટ્રો બ્રિજ તૈયાર, 80 કિમીની ઝડપે દોડશે મેટ્રો, 764 મુસાફરોની ક્ષમતા!, જુઓ ડ્રોન દ્રશ્યો

ગુજરાત / તાપી નદી પર 400 મીટર લાંબો મેટ્રો બ્રિજ તૈયાર, 80 કિમીની ઝડપે દોડશે મેટ્રો, 764 મુસાફરોની ક્ષમતા!, જુઓ ડ્રોન દ્રશ્યો

Published By: Nidhi Panchal
Reported By: Dhruv Sompura

Last Updated: 12:33 PM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના વિકાસમાં વધુ એક મોટો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. તાપી નદી પર શહેરનો પ્રથમ મેટ્રો બ્રિજ તૈયાર થઈ ગયો છે, જેની મદદથી મુસાફરોને ટ્રાફિકમાંથી રાહત મળવાની સાથે રિવરફ્રન્ટનો સુંદર નજારો પણ જોવા મળશે.

ADVERTISEMENT

સુરતની ઓળખ માત્ર હીરા અને કાપડના વેપાર પૂરતી સીમિત નથી રહી. શહેરમાં ઝડપથી વધી રહેલી આધુનિક સુવિધાઓ તેને નવી ઓળખ આપી રહી છે. હવે સુરતના વિકાસમાં વધુ એક મોટી ભેટ જોડાઈ છે. તાપી નદી પર શહેરનો પ્રથમ મેટ્રો બ્રિજ તૈયાર થઈ ગયો છે. અડાજણથી અઠવા ચોપાટી વચ્ચે બનેલો આ બ્રિજ સુરતના મેટ્રો પ્રોજેક્ટ માટે ખૂબ જ મહત્વનો છે. આ બ્રિજ પરથી પસાર થતી વખતે મુસાફરોને તાપી રિવરફ્રન્ટનો ભવ્ય નજારો જોવા મળશે. સાથે જ શહેરના એક છેડેથી બીજા છેડા સુધી પહોંચવાનું પણ સરળ બનશે.

Bridge

આ બ્રિજ માત્ર સુરત શહેર માટે જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત માટે પરિવહન અને આર્થિક વિકાસની નવી તક ઊભી કરી શકે છે. કરોડોના ખર્ચે આકાર લઈ રહેલા તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની સુંદરતા મેટ્રોમાં મુસાફરી કરતા લોકો પણ માણી શકશે. આ બ્રિજની ડિઝાઇન ફ્રાન્સની રાજધાની પેરિસના પ્રસિદ્ધ પોન્ટ ડી બીર-હાકીમ બ્રિજની તર્જ પર તૈયાર કરવામાં આવી છે. એટલે કે હવે સુરતના લોકોને મેટ્રોની મુસાફરી દરમિયાન નદી અને રિવરફ્રન્ટનો સુંદર નજારો જોવા મળશે.

રાંદેર, પાલ અને અડાજણના લોકોને મળશે મોટી રાહત

આ મેટ્રો બ્રિજ શરૂ થવાથી રાંદેર, પાલ અને અડાજણ વિસ્તારના નાગરિકો તેમજ વેપારીઓને શહેરના ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે. હાલમાં આ વિસ્તારોમાંથી શહેરના અન્ય ભાગોમાં જવા માટે ટ્રાફિકનો સામનો કરવો પડે છે, પરંતુ મેટ્રો શરૂ થયા બાદ મુસાફરો ઝડપથી પોતાના સ્થળે પહોંચી શકશે. ખાસ વાત એ છે કે અડાજણથી મેટ્રોમાં બેસીને મુસાફરો સીધા અંત્રોલી ખાતે આવેલા હાઈસ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશન સુધી પહોંચી શકશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સરોલીથી આગળ 4.4 કિલોમીટરનું વધારાનું વિસ્તરણ પણ આયોજનમાં છે. આ વિસ્તરણ પૂર્ણ થયા બાદ મુસાફરો મેટ્રો દ્વારા અંત્રોલી પહોંચી મુંબઈ તરફ જતી બુલેટ ટ્રેન પકડી શકશે.

2006ના પૂરનો અભ્યાસ કરીને તૈયાર કરાયો બ્રિજ

તાપી નદી પર બ્રિજ બનાવવો એ એન્જિનિયરિંગની દૃષ્ટિએ મોટો પડકાર હતો. સુરતમાં વર્ષ 2006માં આવેલા વિનાશક પૂરના ટેકનિકલ ડેટાનો અભ્યાસ કર્યા બાદ બ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ભવિષ્યમાં નદીમાં પાણીનો પ્રવાહ વધે ત્યારે પણ કોઈ મુશ્કેલી ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે નદી પર બ્રિજ બનાવવા માટે 25 મીટરના સ્પાનનો ઉપયોગ થાય છે, પરંતુ અહીં નદીના કુદરતી વહેણમાં અવરોધ ન આવે તે માટે 50 મીટરના 8 વિશાળ સ્પાન બનાવવામાં આવ્યા છે. આ બ્રિજ કુલ 144 પ્રિકાસ્ટ સેગમેન્ટલ બોક્સ ગર્ડરથી તૈયાર કરવામાં આવ્યો છે. તેના પર 764 મુસાફરોની ક્ષમતા ધરાવતી મેટ્રો ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.

20 મીટરની ઊંચાઈ, શહેરનો બીજો સૌથી ઊંચો બ્રિજ

તાપી નદી પર બનેલા આ બ્રિજની ઊંચાઈ પણ તેની ખાસિયત છે. લગભગ 20 મીટરની ઊંચાઈ ધરાવતો આ બ્રિજ સુરત શહેરનો બીજો સૌથી ઊંચો બ્રિજ બન્યો છે. શહેરમાં 23.5 મીટરના ક્લિયરન્સ સાથે અડાજણ કેબલ બ્રિજ સૌથી ઊંચો છે. તેના પછી હવે મેટ્રો બ્રિજનો નંબર આવે છે. આ બ્રિજ સરદાર બ્રિજ અને પાલ-ઉમરા બ્રિજ કરતાં પણ 5થી 7 મીટર વધુ ઊંચો છે. ખાસ વાત એ છે કે શહેરમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી ઊંચા પૂરનું સ્તર ધ્યાનમાં રાખીને બ્રિજને વધારાનું 7 મીટરનું સેફ્ટી ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. એટલે કે ભારે વરસાદ અને નદીમાં પાણીની સપાટી વધવાની સ્થિતિમાં પણ બ્રિજની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય તો પણ જોખમ નહીં

તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને બ્રિજના પાયાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે ડીપ-પાઈલ ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું છે. આ ફાઉન્ડેશનથી બ્રિજને મજબૂત આધાર મળશે. નદીના પાણીના પ્રવાહ અને પૂર જેવી પરિસ્થિતિમાં પણ બ્રિજ સુરક્ષિત રહે તે માટે બાંધકામ દરમિયાન ખાસ તકેદારી રાખવામાં આવી છે.

નદીમાં હંગામી જેટ્ટી બનાવીને કરાયું બાંધકામ

સુરત મેટ્રો લાઇન-2નું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભેસાણથી સરોલી સુધીની આ લાઇન કુલ 18.74 કિલોમીટર લાંબી છે. તેનું કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે. જેમાં સરોલીથી મજૂરા અને મજૂરાથી ભેસાણ સુધીના ભાગનો સમાવેશ થાય છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં તાપી નદી પર મેટ્રોનો વાયડક્ટ બનાવવો સૌથી મોટો પડકાર હતો. પેકેજ CS-5 હેઠળ કોન્ટ્રાક્ટર એજન્સીએ નદીમાં હંગામી જેટ્ટી બનાવી હતી. ત્યારબાદ ઊંડા પાઈલ ફાઉન્ડેશનનું કામ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : રામાપીરની બીજ ભરવા જતા પદયાત્રીઓને મીની ટ્રકે અડફેટે લીધા, દેસાઇ પરિવારના બે યુવકના મો*ત, ચાર ઘાયલ!

મેટ્રોનો સમગ્ર રૂટ જમીનથી ઉપર એટલે કે એલિવેટેડ બનાવવામાં આવી રહ્યો છે. તેથી નદી પર પણ મેટ્રોની ઊંચાઈ અને એલાઇન્મેન્ટ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. હવે તાપી નદી પરનો આ બ્રિજ તૈયાર થતાં સુરતના મેટ્રો પ્રોજેક્ટને મહત્વની સફળતા મળી છે. આવનારા સમયમાં મેટ્રો શરૂ થયા બાદ મુસાફરોને ટ્રાફિકથી રાહત, ઝડપી મુસાફરી અને રિવરફ્રન્ટનો સુંદર નજારો એકસાથે માણવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tapi River Metro Bridge Surat Metro Bridge Surat Metro News

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ