ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / 26 મિનિટ સુધી હવામાં અટકી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના શ્વાસ, વેલિંગ્ટનમાં ફ્લાઈટ લેન્ડિંગનો ભયાનક મંજર!
Last Updated: 01:37 PM, 12 November 2026
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડમાં ત્રીજી વન-ડે (ODI) મેચ બાદ, ભારતીય ટીમ બે જૂથોમાં વહેંચાઈ ગઈ. એક જૂથ ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ શરૂ કરવા માટે વેલિંગ્ટન ગયું, જ્યારે બીજું જૂથ વન-ડે શ્રેણીની છેલ્લી બે મેચો માટે માઉન્ટ મૌંગાનુઈ પહોંચ્યું. છેલ્લી બે વન-ડે મેચો માટે માઉન્ટ મૌંગાનુઈ પહોંચેલા આ જૂથની યાત્રા ખૂબ જ શાનદાર રહી; ત્યાં તેમનું સ્વાગત પરંપરાગત 'હાકા' નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું.જોકે, ટેસ્ટ ટીમ જેમાં શુભમન ગિલ, કે.એલ. રાહુલ અને અંશુલ કંબોજ સહિત 8-10 સભ્યો સામેલ હતા, તેણે વેલિંગ્ટનમાં પગ મૂકતા પહેલા જ એક ભયાનક અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું.
ADVERTISEMENT
ફ્લાઇટ NZ5817 થી ટીમ ઇન્ડિયાએ ભરી ઉડાન
Revsportzના જણાવ્યા અનુસાર, ભારતીય ટેસ્ટ ટીમના સભ્યો હેમિલ્ટનથી વેલિંગ્ટન જવા માટે એર ન્યૂઝીલેન્ડની ફ્લાઇટ NZ5817માં રવાના થયા હતા. ટેસ્ટ ટીમના ખેલાડીઓ ઉપરાંત, આ ફ્લાઇટમાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલ સહિતનો સપોર્ટ સ્ટાફ પણ સવાર હતો. આ વિમાન સ્થાનિક સમય મુજબ સવારે 11:43 વાગ્યે હેમિલ્ટનથી ઉપડ્યું હતું. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ જ્યારે વિમાન વેલિંગ્ટન એરપોર્ટની નજીક પહોંચ્યું, ત્યારે તેને જોરદાર ક્રોસવિંડ અને ટર્બુલેંસનો સામનો કરવો પડ્યો. પરિણામે, વિમાનને ઉતારવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.
ADVERTISEMENT
પ્લેનના લેડિંગના પ્રયત્ન રહ્યુ નાકામ
વેલિંગ્ટન એરપોર્ટને વિશ્વના સૌથી પડકારજનક એરપોર્ટમાંનું એક માનવામાં આવે છે, કારણ કે તે ટેકરીઓથી ઘેરાયેલું છે. બપોરે લગભગ 12:45 વાગ્યે, જ્યારે વિમાન રનવેથી થોડા સો ફૂટ ઉપર પહોંચ્યું, ત્યારે પવનના જોરદાર ઝાપટાં અને ટર્બ્યુલન્સને કારણે પાઇલટોએ લેન્ડિંગ પ્રક્રિયા અધવચ્ચેથી અટકાવી દેવી પડી. ત્યારબાદ તેમણે 'ગો-અરાઉન્ડ' કરવાનો નિર્ણય લીધો એટલે કે લેન્ડિંગનો પ્રયાસ પડતો મૂકીને વિમાનને ફરીથી હવામાં ઉપર લઈ ગયા.
ADVERTISEMENT
26 મિનિટ મોડુ થવાનો પ્રયત્નમાં થયો લેન્ડ
ત્યારબાદ વિમાન ફરીથી 5,000 ફૂટથી વધુ ઊંચાઈ પર પહોંચ્યું. પવન શાંત થયા પછી, પાયલોટોએ ટીમ ઈન્ડિયાને લઈ જઈ રહેલા વિમાનને ઉતારવાનો બીજો પ્રયાસ કર્યો, જે સફળ રહ્યો. ભારતીય ટેસ્ટ ખેલાડીઓને લઈને આવી રહેલું આ વિમાન આખરે બપોરે 1:06 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું, જે નિર્ધારિત સમય કરતાં લગભગ 26 મિનિટ મોડું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IPL 2027 મેગા ટ્રેડમાં 10 ખેલાડીઓની ટીમ બદલાઈ, જાણો કયા ખેલાડી પર કેટલા કરોડનો દાવ લાગ્યો!
પ્લેનની સફળ લેન્ડિંગ બાદ લીધી રાહત
ADVERTISEMENT
ભારતીય ખેલાડીઓ માટે આ ચોક્કસપણે જીવ અધ્ધર થઈ જાય તેવી ક્ષણ હતી, પરંતુ સદભાગ્યે, ટર્બ્યુલન્સને કારણે સર્જાયેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી કે સામાન્ય ઉઝરડો પણ આવ્યો નથી. સફળ અને સુરક્ષિત લેન્ડિંગ બાદ, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ19 નવેમ્બરથી શરૂ થવાની છે, જેમાં પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો