ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:51 PM, 11 November 2026
ADVERTISEMENT
ગુજરાત માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 13 અને 14 નવેમ્બર દરમિયાન યોજાનારા આ પ્રવાસમાં તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પહોંચીને મા અંબાના આશીર્વાદ લેશે. પ્રધાનમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને રાજ્યના વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
તાજેતરમાં જ ઓક્ટોબરના અંતમાં પણ પીએમ મોદી બે દિવસ માટે ગુજરાત આવ્યા હતા. હવે ફરી આગમનને લઈને વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અંબાજી ખાતે સ્થાનિક સ્તરે તમામ વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. પોલીસ અને સુરક્ષા દળોએ ચુસ્ત બંદોબસ્ત માટે કાર્યવાહી આરંભી દીધી છે.
ત્રણ વર્ષ પહેલાં પણ પ્રધાનમંત્રી અંબાજી માતાના દર્શને આવ્યા હતા. આ વખતે પણ માતાજીના ચરણમાં શીશ નમાવવાનું મુખ્ય કાર્યક્રમ રહેશે. દર્શન સિવાય બીજા કેટલાક કાર્યક્રમોમાં પણ ભાગ લેવાની શક્યતા છે. આ પ્રવાસને ધાર્મિક અને રાજકીય બંને દૃષ્ટિએ મહત્વનું માનવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
PM મોદીના પ્રવાસનો કાર્યક્રમ એક નજરે
ADVERTISEMENT
13 નવેમ્બર: રાત્રે 9 વાગ્યા બાદ અમદાવાદ આગમન.
13 નવેમ્બરની રાત: લોકભવનમાં રાત્રિ રોકાણ.
ADVERTISEMENT
14 નવેમ્બર: સવારે 10 વાગ્યા બાદ હેલિકોપ્ટરથી બનાસકાંઠા જવા રવાના.
14 નવેમ્બર: બપોરે આશરે 12થી 12:30 વાગ્યે અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા.
ADVERTISEMENT
14 નવેમ્બર: કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દિલ્હી પરત ફરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT