ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 23 કે 24 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાનું સ્નાન? જાણો તિથિ, શુભ મુહૂર્ત અને સ્નાનનો યોગ્ય સમય!

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 23 કે 24 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાનું સ્નાન? જાણો તિથિ, શુભ મુહૂર્ત અને સ્નાનનો યોગ્ય સમય!

Last Updated: 04:33 PM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઉદયા તિથિ મુજબ 24 નવેમ્બર 2026, મંગળવારના રોજ કારતક પૂર્ણિમાનું પવિત્ર સ્નાન અને દીપદાન ત્રણ અત્યંત શુભ મુહૂર્તમાં કરવામાં આવશે.

1/6

photoStories-logo

1. 23 કે 24 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમાનું સ્નાન? જાણો તિથિ, શુભ મુહૂર્ત અને સ્નાનનો યોગ્ય સમય!

હિંદુ ધર્મમાં કારતક પૂર્ણિમાના પવિત્ર સ્નાનનું અનોખું અને વિશેષ મહત્વ રહેલું છે. આ પાવન દિવસે ગંગા સહિતની પવિત્ર નદીઓમાં સ્નાન, દીપદાન અને દાન-પુણ્ય કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, કારતક પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાપૂર્વક સ્નાન અને દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મનુષ્યને મોક્ષ મળે છે. જોકે, આ વર્ષે કારતક પૂર્ણિમાની તારીખને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે. કોઈ 23 નવેમ્બર તો કોઈ 24 નવેમ્બરના રોજ કારતક પૂર્ણિમા હોવાનું જણાવી રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ કારતક પૂર્ણિમાની સાચી તારીખ અને તેના અત્યંત શુભ મુહૂર્ત વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કારતક પૂર્ણિમા 2026 ક્યારે છે?

હિંદુ પંચાંગ મુજબ, આ વર્ષે કારતક પૂર્ણિમાની તિથિનો પ્રારંભ 23 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યેને 42 મિનિટે થશે. જ્યારે, આ તિથિનું સમાપન 24 નવેમ્બર 2026ના રોજ રાત્રે 8 વાગ્યેને 23 મિનિટે થશે. સનાતન ધર્મમાં ઉદયા તિથિ અને સ્નાનની પરંપરાને ધ્યાનમાં રાખીને કારતક પૂર્ણિમાનું પવિત્ર સ્નાન 24 નવેમ્બર, મંગળવારના રોજ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કારતક પૂર્ણિમાના ત્રણ અત્યંત શુભ મુહૂર્ત

આ વખતે 24 નવેમ્બરે કારતક પૂર્ણિમાના દિવસે ત્રણ ખાસ શુભ મુહૂર્તનો સંયોગ બની રહ્યો છે. સ્નાન અને દાન-પુણ્ય કરવા માટે સવારે 5 વાગ્યેને 3 મિનિટથી લઈને સવારે 5 વાગ્યેને 57 મિનિટ સુધી બ્રહ્મ મુહૂર્ત રહેશે. ત્યારબાદ બ્રહ્મ મુહૂર્ત શરૂ થવાથી લઈને સવારે 7 વાગ્યેને 47 મિનિટ સુધી શ્રદ્ધાળુઓ વિધિ-વિધાન સાથે પૂજા-પાઠ કરી શકશે. આ પાવન દિવસે ચંદ્રોદયનો સમય સાંજે 5 વાગ્યેને 1 મિનિટનો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. દીપદાનની પરંપરા અને દેવ દિવાળીનો મહિમા

કારતક પૂર્ણિમાના દિવસે દીપદાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદી, સરોવર કે મંદિરમાં દીપદાન કરવાથી પુણ્યફળ મળે છે. આ ઉપરાંત ઘરમાં તુલસીના ક્યારે દીવો પ્રગટાવવો પણ અત્યંત શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. કારતક પૂર્ણિમાને દેવ દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, આ દિવસે દેવતાઓ સ્વયં પૃથ્વી પર અવતરીને દિવાળીની ઉજવણી કરે છે. આ ઉપરાંત પૌરાણિક કથાઓમાં આ તિથિને ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર સાથે પણ જોડીને જોવામાં આવે છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીનું પ્રકાશ પર્વ પણ આ જ પાવન દિવસે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કારતક પૂર્ણિમા પર સ્નાન અને પૂજા કરવાની વિધિ

કારતક પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવાની પરંપરા છે. આ દિવસે કોઈ પવિત્ર નદી, સરોવર કે કુંડમાં સ્નાન કરવું વિશેષ ફળદાયી માનવામાં આવે છે. પરંતુ જો કોઈ કારણોસર નદી કે તીર્થસ્થળ પર જવું શક્ય ન હોય, તો ઘરે જ નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ધાર્મિક કાર્યો કરવાનું વિશેષ મહત્વ

સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ દીપદાન કરવું અને પોતાની શ્રદ્ધા અનુસાર દાન-પુણ્ય કરવું. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને અન્ન, ફળ, વસ્ત્ર, મીઠાઈ અને ધનનું દાન કરવું અત્યંત શુભ ગણાય છે. સાંજના સમયે તુલસીના છોડ પાસે અને ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવો. કારતક પૂર્ણિમાનો દિવસ સ્નાન, ધ્યાન, પૂજા અને સેવા દ્વારા આધ્યાત્મિક પુણ્ય અર્જિત કરવાનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે, તેથી આ દિવસે પોતાની શ્રદ્ધા અને સામર્થ્ય મુજબ ધાર્મિક કાર્યો કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

DevDiwali HinduFestival KartikPurnima2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ