ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / સિંહ રાશિમાં મંગળ-કેતુની યુતિ, 3 રાશિઓની વધશે મુશ્કેલીઓ, જાણો કોના પર પડશે અસર!

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / સિંહ રાશિમાં મંગળ-કેતુની યુતિ, 3 રાશિઓની વધશે મુશ્કેલીઓ, જાણો કોના પર પડશે અસર!

Last Updated: 01:57 PM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

12 નવેમ્બરે મંગળનું સિંહ રાશિમાં ગોચર થતાં મંગળ અને કેતુની યુતિ બનવા જઈ રહી છે, જે જ્યોતિષીય દૃષ્ટિએ કેટલીક રાશિઓ માટે પડકારજનક માનવામાં આવે છે.

1/5

photoStories-logo

1. મંગળ ગોચર

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું રાશિ પરિવર્તન અનેક રીતે મહત્ત્વ ધરાવે છે. હવે 12 નવેમ્બર 2026ના રોજ મંગળ ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. રાત્રે આશરે 8:30 વાગ્યે મંગળ કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેની ખાસ વાત એ છે કે સિંહ રાશિમાં કેતુ પહેલેથી જ હાજર હોવાથી બંને ગ્રહોની યુતિ સર્જાશે. આ બંને ગ્રહોનો સ્વભાવ ઉગ્ર માનવામાં આવતો હોવાથી તેમની યુતિ અમુક રાશિઓ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જ્યોતિષીય માન્યતા પ્રમાણે અગ્નિ તત્ત્વની ત્રણ રાશિઓએ આ સમયગાળા દરમિયાન ખાસ સાવધાની રાખવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ

તમારા માટે આ યુતિ અનુકૂળ નથી. મંગળ પોતે આ રાશિના સ્વામી છે અને અગ્નિ તત્ત્વની રાશિ હોવાથી કેતુની છાયા પડતાં નુકસાનની શક્યતા વધે છે. આર્થિક મોરચે નુકસાન થઈ શકે છે, બિનજરૂરી ખર્ચ વધી શકે છે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો. સ્વાસ્થ્યને અવગણશો નહીં. વર્ક પ્લેસમાં કલીગ સાથે મતભેદ થઈ શકે છે આથી વિવાદમાં ન ઉલજો. ઉપાય તરીકે દર મંગળવારે હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સિંહ

તમારા માટે આ યુતિ સીધી તેમની રાશિમાં બની રહી છે. અકસ્માત, જોખમ અને માનસિક તણાવની સંભાવના છે. બીજાનું વાહન માંગીને ચલાવનારા કે બિનજરૂરી જોખમ લેનારા સાવધાન રહે. કામકાજમાં લેવડ દેવડમાં સાવધાની રાખો અને વાણી પર નિયંત્રણ રાખો. ઉપાય તરીકે દરરોજ સવારે વહેલા ઊઠીને તાંબાના લોટાથી સૂર્યદેવને અર્ઘ્ય આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ધન

તમારે પણ અગ્નિ તત્ત્વ હોવાથી અસર થઈ શકે છે. જેમાં દેવું, રોગ અને શત્રુ બાધાનો સામનો કરવો પડી શકે છે. વર્ક પ્લેસમાં વિરોધીઓ મુશ્કેલી વધારી શકે છે. જરૂરી કામોમાં અડચણો આવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કોર્ટ કચેરીના મામલાઓમાં પણ સાવધાની જરૂરી છે. ઉપાય તરીકે ગુરુવારે ‘ૐ બૃં બૃહસ્પતયે નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mangal Ketu Yuti Mangal Gochar Mangal Transit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ