ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / કોણ છે દહેશતગર્દો! અમિતાભ બચ્ચનના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસમાં દોડધામ
Last Updated: 04:13 PM, 12 November 2026
ADVERTISEMENT
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો જુહુ સ્થિત બંગલો 'જલસા', તથા મુંબઈની મેયર ઓફિસની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મેઈલ પર આવી હતી. ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને વર્લી રેસકોર્સ સહિતના અતિ-સંવેદનશીલ અને હાઈ-પ્રોફાઈલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
ધમકી મળતા જ મુંબઈ પોલીસ હાઈઍલર્ટ
આ ધમકીભર્યો ઈમેલ બોમ્બે હાઈકોર્ટને મળ્યો હતો, જેમાં આ તમામ મહત્વપૂર્ણ સ્થળો પર શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઈમેલ સામે આવતાં જ મુંબઈ પોલીસે તાત્કાલિક સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. પોલીસ હાલ આ ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સનું લોકેશન અને આઈપી એડ્રેસ ટ્રેસ કરવા માટે સઘન તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
અમિતાભ બચ્ચનને 3જી વાર મળી ધમકી
ADVERTISEMENT
બિગ બી અમિતાભ બચ્ચન સામે ધમકીનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ 22 ઓક્ટોબરના રોજ શહેરની એક શાળાને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલમાં પણ આ વરિષ્ઠ અભિનેતાનું નામ લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ પાંચ દિવસ પહેલા બીજી વાર અને આજે ત્રીજી વાર એમ તેમને 3 વાર ધમકી મળી હતી. અમિતાભ બચ્ચનની દર રવિવારે ઘરની બહાર ચાહકોને મળવાની પરંપરાગત રીતમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. બચ્ચન પોતાના પુત્ર અભિષેક બચ્ચન સાથે બુલેટપ્રૂફ/પ્રોટેક્ટિવ ગ્લાસ શિલ્ડની પાછળ ઊભા રહીને ચાહકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા. આ દ્રશ્ય સામે આવ્યા બાદ ‘ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન’એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી અને બોલિવૂડ સિતારાઓ તેમજ તેમના પરિવારોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો