ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ વાસીઓ માટે રાહતના સમાચાર , નવા પાર્કિંગ ચાર્જ મામલે AMC દ્વારા ફેરવિચારણા કરાશે
Last Updated: 07:06 PM, 12 November 2026
ADVERTISEMENT
અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં નવા પાર્કિંગ ચાર્જ મામલે AMC દ્વારા ફેરવિચારણા કરવામાં આવશે. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાર્કિંગના વધેલા ભાવો મુદ્દે સઘન ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. AMC દ્વારા ઓફ સ્ટ્રીટ, ઓન સ્ટ્રીટ અને વધુ ગીચતાવાળા વિસ્તારોમાં અલગ-અલગ પાર્કિંગ ચાર્જ નક્કી કરવાની દરખાસ્ત કરાઈ હતી.
ADVERTISEMENT
નવી ચાર્જિંગ પોલીસીમાં શું?
નવી પોલિસી મુજબ ટુ-વ્હીલરના 1 કલાકના 5 થી વધારીને 10 રૂપિયા અને ફોર-વ્હીલરના 20થી વધારીને40 રૂપિયા કરવામાં આવ્યા હતા. જો કે, જૂના અને નવા કોન્ટ્રાક્ટરોના એક જ દર વસૂલવા તેમજ અગાઉ ૧૦ રૂપિયા લેવાતા હોય અને નવા નિયમ મુજબ 15 રૂપિયા થાય તો વેન્ડરની લાયસન્સ ફીમાં કઈ રીતે વધારો કરવો તે અંગે હવે ફેરવિચારણા કરવામાં આવશે. તમામ પાસાઓ પર ચર્ચા કર્યા બાદ જ પાર્કિંગ ચાર્જ વધારા અંગેનો આખરી નિર્ણય લેવામાં આવશે.
ADVERTISEMENT
એએમસીની શું હતી દરખાસ્ત?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) સંચાલિત પે એન્ડ પાર્ક અને રોડ પરના ઓન-સ્ટ્રીટ પાર્કિંગ ચાર્જની વધારાની દરખાસ્ત કરાઈ હતી. દરખાસ્ત અનુસાર, અગાઉ ટુ-વ્હીલરના પ્રથમ કલાક માટે 5 રૂપિયા ચૂકવવા પડતા હતા, જે હવે વધીને 10 રૂપિયા થશે. ફોર-વ્હીલરના પ્રથમ કલાકનો ચાર્જ પણ 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યો છે. ટાઉન પ્લાનિંગ કમિટીની મંજૂરી બાદ આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ટુ-વ્હીલરના દરમાં શું કરાયો હતો ફેરફાર
ADVERTISEMENT
ટુ-વ્હીલરના પ્રથમ કલાકનો ચાર્જ 5 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરવામાં આવ્યો છે. જો કે, કમિશનરે સૂચવેલા અન્ય સમયગાળાના દરમાં ઘટાડો કરીને કમિટીએ મંજૂરી આપી છે. એકથી ત્રણ કલાક માટે 20ને બદલે 15 રૂપિયા, ત્રણથી છ કલાક માટે 35ને બદલે 25 રૂપિયા, છથી 12 કલાક માટે 50ને બદલે 40 રૂપિયા અને 12થી 24 કલાક માટે 70ને બદલે 55 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.