ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના મોગલધામ મંદિરમાં શખ્સના ખિસ્સામાંથી 50,000ની ચોરી, એક્ટિવા ટકરાવીને નોટોનું બંડલ સેરવી લીધું

ક્રાઈમ / સુરતના મોગલધામ મંદિરમાં શખ્સના ખિસ્સામાંથી 50,000ની ચોરી, એક્ટિવા ટકરાવીને નોટોનું બંડલ સેરવી લીધું

Published By: Hiralal Parmar
Reported By: Nirmal Patel

Last Updated: 05:18 PM, 12 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પીપોદરામાં મંદિરે દર્શન કરવા ગયેલા એક શખ્સ પાસેથી 50,000 રુપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે.

ADVERTISEMENT

સુરતના પીપોદરામાં એક વેપારી પાસેથી 50 હજારની ચોરી થઈ હતી. સુરતના કરિયાણા વેપારી દિનેશ પટોલિયા પીપોદરા મોગલધામ મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાં તેમના ખિસ્સામાંથી ₹50 હજાર રોકડા ચોરાયા. આ ઘટના બાદ ફરીયાદી વેપારીની ફરીયાદને આધારે પાલોદ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

એક્ટિવા અથડાવીને ધ્યાન ભટકાવ્યું

ત્રણ ઈસમોએ ચાલાકી વાપરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. એક વ્યક્તિએ જાણીજોઈને એક્ટિવા અથડાવીને ધ્યાન ભટકાવ્યું હતું. એ દરમિયાન પાછળથી આવેલા અન્ય એક વ્યક્તિએ તેમના ખિસ્સામાંથી રોકડનું બંડલ કાઢી લીધું હતું. તેમના ખિસ્સામાં 50,000નું બંડલ હતું.

વધુ વાંચો : સોશિયલ મીડિયા પર ચલણી નોટોનું બંડલ દેખાડ્યું, બાળકનું અપહરણ કરીને હત્યા કરી, 50 લાખની ખંડણી માંગી

CCTV ફૂટેજમાં એક્ટિવા ચાલક દેખાયા

પોલીસના જણાવ્યા મુજબ, CCTV ફૂટેજમાં એક્ટિવા ચાલક પણ આ ઘટનામાં સામેલ હોવાનું દેખાય છે. દિનેશભાઈને રોકડ ગાયબ હોવાનું જણાતા તેમણે પાલોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારનાં CCTV ફૂટેજ મેળવ્યાં છે. એક્ટિવા ચાલક સહિત ત્રણ શંકાસ્પદ લોકોને શોધવા તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat surat crime

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ