ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠાના દાંતા પાસે મુસાફરોથી ભરેલો પીકઅપ ડાલો પલટ્યો, 1નું મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત
Last Updated: 06:24 PM, 12 November 2026
ADVERTISEMENT
દાંતા પાસે મુસાફરોથી ભરેલો પીકઅપ ડાલો પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. બ્રેક ફેલ થતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. વડગામ તાલુકાના પસવાદળ ગામના મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો 15 જેટલા ઘાયલ થયા હતા.
ADVERTISEMENT
ઈજાગ્રસ્તોને દાંતા રેફરલ હોસ્પિટલ ખસેડાયા
108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને દાંતા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાલનપુર રીફર કરાયા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : ‘બિલોંગિંગઃ અ જર્ની ઓફ લવ’માં બચ્ચન પરિવારથી PM મોદી સુધીનો ઉલ્લેખ, કોના વિશે રહ્યા મૌન?
ધાનેરાના ધાખા નજીક પણ અકસ્માત
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ધાનેરા તાલુકાના ધાખા ગામના રોડ પર આજે ઘી, તેલ સહિત કરિયાણાનો સામાન ભરેલી ગાડી પલટી ગઈ હતી. ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો. ગાડીમાં ભરેલા ઘી અને તેલના ડબ્બા રોડ પર પડ્યા હતા. ઘી અને તેલ રોડ પર ઢોળાતાં સામાનને નુકસાન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.