ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : 'યોગેશભાઈ સાગરને ઊભા રોડે દોડાવીશું' બગદાણામાં કોળી સમાજના આગેવાન અશોક મામસીની ચીમકી
Last Updated: 07:30 PM, 12 November 2026
ADVERTISEMENT
બગદાણા મંદિરમાં કોળી સમાજને ટ્રસ્ટી મંડળમાં સ્થાન ગરમાયો છે. કોળી સેના ભાવનગરના પ્રમુખ અને કોળી સમાજના આગેવાન અશોક મામસીએ બગદાણા ધામ ખાતે યોજાયેલી સમાજની બેઠકમાં આક્રમક ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે જો બગદાણા આશ્રમમાં કોળી સમાજ સાથે થઈ રહેલા કથિત અન્યાયનો ઉકેલ નહીં આવે તો ટ્રસ્ટી યોગેશભાઈ સાગર ને ઊભા રોડે દોડાવીશું.
ADVERTISEMENT
બગદાણા વિવાદ વચ્ચે અશોક મામસીનું VTV પર મોટું નિવેદન, જુઓ શું કહ્યું? (અશોકભાઈ મામસી, ભાવનગર કોળી સમાજના આગેવાન) #Bagdana #AshokMamsi #YogeshSagar #KoliSamaj #Bhavnagar #bagdanad #protest #yogeshsoni #hirabhai #hirasolanki #mayaahir #kolisena #ahirsena #ahir #koli #vtvdigital https://t.co/4nH02U6uDL
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 12, 2026
કોળી સમાજમાં ભારે રોષ
ADVERTISEMENT
બગદાણા આશ્રમમાં ચાલી રહેલા વિવાદ અને રાજકારણના મુદ્દે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બેઠકમાં સમાજના હિતને લઈને કોળી સમાજના જ કેટલાક નેતાઓની નિષ્ક્રિયતા સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. અશોક મામસીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સમાજ હવે આકરા પાણીએ છે. જો સમાજની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ઉચ્ચ રાજકીય નેતાઓના કાર્યક્રમોનો બહિષ્કાર અને વિરોધ કરવાની તૈયારી દર્શાવાઈ છે.
બાપાની 50મી પુણ્યતિથીનું સંચાલન માયાભાઈ આહિરને ન સોંપો
ADVERTISEMENT
કોળી સમાજે માંગ કરી હતી કે, આવનારા સમયમાં બજરંગદાસ બાપાની 50મી પુણ્યતિથી આવી રહી છે જેનું જેનું સ્ટેજ સંચાલન માયાભાઈ આહીરને સોંપવામાં ન આવે, એટલું જ નહીં એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે જે ભગુડા માતાજીના મંદિરમાં માયાભાઈ આહીર સમગ્ર સંચાલન કરે છે તે ભગુડા મંદિરમાં ક્યારે બજરંગદાસ બાપાની જય બોલાવી નથી.
આ પણ વાંચોઃ કામની વાત / શું 31 ડિસેમ્બર બાદ તમારી ચેકબુક નકામી થઇ જશે? RBIએ દૂર કર્યું કન્ફ્યુઝન
ADVERTISEMENT
કાળુભાઈ જાંબુચાએ શું આક્ષેપ કર્યો?
કોળી સમાજના આગેવાન કાળુભાઈ જાંબુચાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુરુઆશ્રમ દ્વારા 44 વીઘા જમીન ખરીદવામાં આવી છે, જ્યાં બજારભાવ એક વીઘાના 10 થી 15 લાખ રૂપિયા પણ નહોતા છતાં આશ્રમ દ્વારા એક વીઘાના 25 લાખ રૂપિયા લેખે કુલ 11 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ ઉપરાંત, મુંબઈથી આશ્રમનું સંચાલન થતું હોવા સામે અને આશ્રમની વહીવટી પ્રક્રિયા તથા ભાજપના ધારાસભ્યની કથિત રાજકીય દખલગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.